ચારે બાજુથી સતત સંભળાતા અનેક પ્રકારના ઘોંઘાટની વચ્ચે ક્યાંક પરમ શાંતિનો ટાપુ આવેલો હોય છે. અર્થહીન ખખડાટ કરતા કોલાહલમાં આપણે જીવનનો હેતુ, શાંતિ અને આનંદ ગુમાવી બેઠા છીએ. એવા ઘોંઘાટ, બહારના જગતમાંથી સંભળાય છે તેમ આપણી ભીતર પણ ભારોભાર ભરેલા હોય છે. ઘોંઘાટની વચ્ચે આવેલી ખાલી જગ્યામાંથી ઊઠતો સૂનકાર સાંભળી શકીએ તો જીવનને ઘેરી વળેલા કોલાહલમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે.
સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણીની
સર્જનાત્મક કલમે આલેખાયેલા ચાલીસ લઘુ લેખોનો
સંચય ‘ઝીણા સૂનકાર’ જીવનને મધુર અને
પ્રસન્ન રણકારથી ધબકતું રાખવાની દિશા સૂચવે છે.
Be the first to review “Zina Sunkar”
You must be logged in to post a review.