આ પુસ્તક મારા માટે જાદુઈ સાબિત થયું છે.
– રોબર્ટ કિયોસાકી
શું તમે કદી વિચાર્યું છે કે જીવનમાં નૅગેટિવ લાગણીઓને કારણે જ નિષ્ફળતા અને હતાશાનો સામનો કેમ કરવો પડે છે?
કોઈએ કહ્યું છે ને કે, ‘રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.’
પણ, શું માત્ર કાલે સવારે વહેલા ઊઠી જવાથી ચમત્કાર થઈ જશે? જો કાલે વહેલા જાગી ગયા બાદ તમારી લાઇફમાં જાદુઈ રીતે કોઈ મોટું પરિવર્તન આવી ગયેલું તમે જુઓ તો તમને કેવું લાગે? અલગ શું હશે? શું તમે ખુશ હશો? તંદુરસ્ત હશો? વધુ સફળ હશો? શું તમારામાં વધુ ઍનર્જી હશે? સ્ટ્રેસ ઓછો હશે? તમે વધુ પૈસાદાર હશો? શું તમારા બધા પ્રશ્નોના ઉકેલ મળી જશે?
જવાબ ‘હા’ પણ છે અને ‘ના’ પણ છે.
કેવી રીતે?
આ પુસ્તકમાં કહેવાયેલી જાદુઈ વાતોને તમારે દરરોજ માત્ર 6 મિનિટ Follow કરવાની છે. Only 6 Minutes! અને પછી જોજો કે તમારી લાઇફ તમે ધારી પણ નહીં હોય એવી અનોખી રીતે બદલાઈ જશે જેથી સેવેલાં સપનાં તમે પૂરાં કરી શકો.
તમે વિચાર્યું પણ નહીં હોય તેવી સફળતા, સંતોષ અને આનંદનાં દ્વાર આ પુસ્તક ખોલી નાંખશે.