પરિવાર એટલે શું?…
પરિવાર એટલે હરપળ તહેવાર,
સુખ-દુઃખે ભાગીદારીનો વહેવાર.
લાગણીઓનો અનોખો રસથાળ,
અને અનેક મીઠડી યાદોની ભરમાર.
જ્યાં પ્રેમ-મહોબ્બત બારેમાસ,
અને રિસાવાનો અભિનય કો’કવાર.
જ્યાં ગુસ્સાને હો ભલે અવકાશ,
પણ નફરતનો તો હોય ઉપવાસ.
જ્યાં ઉદાસીનો થાય ભાગાકાર,
પણ ખુશીઓનો થાય ગુણાકાર.
તમે જેવા છો એવો જ સ્વીકાર,
દરેક મુશ્કેલીમાં બને સલાહકાર.
જે સદા માટેના તમારા સાથીદાર,
અને કરતા તમારી ભરપૂર દરકાર.
આ દુનિયામાં પોતીકો અહેસાસ,
એટલે તમારો પોતાનો પરિવાર.
– જાગૃતિ તન્ના
માણસ જીવનમાં જીતે કે હારે – એનો પરિવાર જ એની શક્તિ કે નબળાઈ હોય છે. પરિવારને કેવી રીતે સાચવી શકાય, સમજી શકાય અને પરિવારભાવના દ્વારા કેવી રીતે અપ્રતિમ સુખ, દિવ્ય શાંતિ અને ઉજ્જ્વળ સફળતા મેળવી શકાય તે માટે પરિવારના આદર્શ મૅનેજેમન્ટ અંગેનું આ Unique પુસ્તક આજે જ વાંચો.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119644100
Month & Year: December 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 120
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.16 kg
Additional Details
ISBN: 9788119644100
Month & Year: December 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 120
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.16 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “The Family”
You must be logged in to post a review.