Tasalli

Category Ghazal
Select format

In stock

Qty

તસલ્લી (ગઝલ)
અશોકપુરી ગોસ્વામી

આજે ગઝલોનો લીલો દુકાળ વરતાઈ રહ્યો છે એવા માહોલમાં, ચોમાસાના સ્વભાવ મુજબ હજી પણ સમરસ અને લયબદ્ધ વરસતા વરસાદ જેવી ગઝલોનું સર્જન થઈ રહ્યું છે એ ગઝલ સાહિત્યના ભવિષ્ય માટે સારા સંકેત છે.

પરંપરિત છંદની કાયામાં કે છપ્પાની છાયામાં આધુનિકતાના આત્માને ગાતો કરવો એ ભલે અશક્ય નહીં, દુષ્કર તો છે જ ! પણ ગઝલ જેના શ્વાસમાં વવાઈ ગઈ છે અને શબ્દમાં ઊગી નીકળી છે એવા ગઝલ સર્જકો માટે કશું જ દુષ્કર નથી, અને એટલે જ એમની ગઝલોને કાળનો કાટ લાગતો નથી. અમુકની ગઝલો ભૂલાઈ જાય છે અને અમુકની ગઝલો ભૂલવી હોય તો પણ ભૂલાતી નથી એનું કારણ શું? ગઝલમાં એવું તે કયું તત્ત્વ પરમતત્ત્વની જેમ રસાઈ ગયું છે કે કેટલીક ગઝલોને સમયે પોતાની ફ્રેમમાં મઢી લીધી છે? પરમતત્ત્વની સાથે સંવાદ સાધતા અસ્તિત્વની ગઝલોનો મિજાજ કેવો હોય? આ બધા પ્રશ્નોનું સમાધાન તમને આ ગઝલ સંગ્રહમાંથી ચોક્કસ મળશે, કેમ કે આ બધી ગઝલો જીવનના કૌતુકમાંથી પ્રગટેલી છે!

SKU: 9789351227182 Category: Tags: , , ,
Weight0.13 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Tasalli”

Additional Details

ISBN: 9789351227182

Month & Year: April 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Weight: 0.13 kg

અશોકપુરી ગોસ્વામી કવિ અને લેખક છે. તેમને તેમની નવલકથા ‘કૂવો’(1994) માટે 1997માં ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ ઍવૉર્ડ મળ્યો હતો. તેમનો જન્મ આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતી… Read More

Additional Details

ISBN: 9789351227182

Month & Year: April 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Weight: 0.13 kg