ડિજિટલ ભીષ્મ પિતામહઃ સ્ટીવ જૉબ્સ
આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની’ તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી.
આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Products કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડકટ્સ Great Qualityનો પર્યાય બની જાય.
કળા અને ટૅક્નૉલૉજીના અદ્ભુત સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPadથી નવા વિશ્વના દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. 21મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જૉબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના 40થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે.
ઍન્ડ વન મૉર થિંગ…
આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે તેની iGuarantee છે.
——————————–
વોલ્ટર આઇઝેક્સનનો પરિચયઃ
પર્સનલ કમ્પ્યૂટર, એનિમેટેડ મૂવીઝ, મ્યુઝિક, ફોન્સ, ટૅબ્લેટ કમ્પ્યુટિંગ અને ડિજિટલ પબ્લિશિંગ ક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલનાર સ્ટીવ જૉબ્સના આ અધિકૃત જીવનચરિત્રના લેખક વોલ્ટર આઇઝેક્સન અમેરિકાની Aspen Instituteના CEO છે. તેઓ CNNના ભૂતપૂર્વ ચૅરમૅન અને વિખ્યાત મૅગેઝિન Timeના મૅનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે.
બે વર્ષ સુધી લેવાયેલા સ્ટીવ જૉબ્સના 40 થી વધારે ઇન્ટરવ્યૂઝ અને સ્નેહીઓ, મિત્રો, હરીફો અને સ્ટાફના ભિન્ન ભિન્ન મંતવ્યો પર આધારિત આ અધિકૃત જીવનચરિત્ર, ટૅક્નૉલૉજીના યુગપ્રવર્તક ક્રાંતિકારની દૂરંદેશીનો ઍક્સ-રે રજૂ કરે છે.
Be the first to review “Steev Jobs”
You must be logged in to post a review.