સંવેદનાનું નાજુક સરનામું એટલે સૉફ્ટ કૉર્નર!
લોકપ્રિય લેખક જૉસેફ મૅકવાને ટૂંકી વાર્તા સંદર્ભે કહ્યું છેઃ `જીવન-સંવેદન વિના વાર્તાનો ઉગારો નથી.’ વાર્તાનો પિંડ સંવેદનાની માટીમાંથી સર્જાય છે. સંવેદના જેટલી બળકટ, વાર્તા એટલી જ ઉત્કટ!
ગુજરાતી વાચકો માટે પ્રફુલ્લ કાનાબારનું નામ હવે અજાણ્યું નથી રહ્યું, એનું એક જ કારણ કે એમની વાર્તાઓ કરુણાની કુખે જન્મે છે અને સંવેદનાનો શ્વાસ ભરે છે. દરેક વાચકને એ કથા પોતાના જ જીવનનો એક હિસ્સો હોય એવી સો ટચની અનુભૂતિ કરાવે છે.
ગુજરાતી વાર્તા સાહિત્ય લીલુંછમ્મ્ રહી શક્યું છે એના મૂળમાં સંવેદનસભર સર્જકોની લાગણીસભર અભિવ્યક્તિ છે. સંવેદનાથી તરબતર થયેલો શબ્દ ક્યારેય કરમાતો નથી એવું તમને સૉફ્ટ કૉર્નરની દરેક વાર્તા વાંચતા અચૂક લાગશે, કેમકે આવી સદાબહાર સંવેદનાનું સરનામું જ કોઈકના માટે કોઈકનો સૉફ્ટ કૉર્નર હોય છે!
એક જ બેઠકે વાંચવાનું મન થાય એવી આ વાર્તાઓ આજે જ વાંચો!
Be the first to review “Soft Corner”
You must be logged in to post a review.