વિકાસ સ્વરૂપનો જન્મ અલાહાબાદમાં થયો છે અને તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સન 1986માં તેમની ભારતીય વિદેશ સેવામાં પસંદગી થઈ. ઉપરાંત તેઓએ તુર્કસ્તાન, અમેરિકા, યુથોપિયા અને ઇંગ્લૅન્ડમાં પણ ફરજ બજાવી છે. લેખકની આ પ્રથમ નવલકથા છે જેનો વિશ્વની પચ્ચીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. બહુ ઓછા ભારતીય લેખકો આવી સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. વિશ્વની જાણીતી ફિલ્મ નિર્માણ કંપની દ્વારા આ નવલકથા ઉપરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. લેખક ભારતના વિદેશ મંત્રાલયમાં લાંબો સમય સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા છે.
* * *
મુંબઈનો એક ગરીબ વેઇટર શા માટે જેલમાં બેઠો છે? તેનું કારણ શું છે?
(1) તેણે ગ્રાહકને મુક્કો માર્યો છે;
(2) તેણે વધુ પડતી વ્હિસ્કી પી લીધી છે;
(3) થડામાંથી તેણે પૈસા ચોર્યા છે;
(4) ઇતિહાસના સૌથી મોટા જૅકપૉટનો તે વિજેતા છે.
રામ મુહમ્મદ થોમસની ધરપકડ થઈ છે – ‘હૂ વીલ વીન એ બિલિયન’ ગેમ શોના 12 પ્રશ્નોના સાચા જવાબ આપવા માટે! કારણ કે, એક ગરીબ, અનાથ છોકરો, જેણે કદી છાપું નથી વાંચ્યું કે નથી નિશાળ જોઈ, તે કદી સૂર્યમંડળના સૌથી નાના ગ્રહનું નામ કે શેક્સપિયરનાં નાટકોના નામની જાણકારી ન રાખી શકે. સિવાય કે તેણે કોઈક રીતે છેતરપિંડી અને ઠગાઈ કરી હોય.
શોની વીડિયો ટેપ જોતાં જોતાં રામ કહે છે કે એ કઈ રીતે જીતી ગયો, અને આમ તેની વિસ્મયથી ભરપૂર જિંદગીના પ્રવાસે આપણને લઈ જાય છે. એક કચરાપેટીમાંથી તેનો બચાવ થયો ત્યારથી માંડીને, સુરક્ષા માટે પાગલ ઑસ્ટ્રેલિયાના કર્નલની સાથે અને તાજમહાલના અતિઉત્સાહી ગાઇડ તરીકે જીવન ગાળતાં રામની સ્વબચાવની સ્ફુરણાઓ અતિ પ્રેરણાત્મક રીતે કામ કરે છે. લાખો પ્રેક્ષકોને આશ્ચર્યમાં નાખીને, તેને તેના શાણપણને કારણે ટી.વી. ગેમ શોના પ્રશ્નોના જ નહીં બલકે જીવનની સમસ્યાઓના પણ જવાબો મળી રહે છે.
આધુનિક ભારતીય પાર્શ્ચભૂમિમાં રચાયેલી આ રસપ્રદ નવલકથા – એક સારપનો શયતાનિયત સામેનો જંગ જાણે કેલિડોસ્કોપના અદ્ભુત રંગીન ચિત્રણોમાં રજૂ કરે છે, અને પ્રસ્તુત કરે છે એક કિશોરની વાત જેની પાસે જીવનમાં સમસ્યાઓથી બચવાની ક્રિયાઓ કરવા સિવાયનો કશો વિકલ્પ જ નથી.
આ નવલકથાનો વિશ્વની 35 ઉપરાંત ભાષાઓમાં અનુવાદ પ્રગટ થઈ ચૂક્યો છે અને આ નવલકથા ઉપરથી સ્લમડૉગ મિલિયનેર નામથી લોકપ્રિય ફિલ્મ પણ બની ચૂકી છે.
Be the first to review “Slumdog Millionaire”
You must be logged in to post a review.