વિશ્વ સાહિત્યના ગૌરવ સમી કૃતિઓના સર્જક શરદબાબુ
ચલચિત્રની દુનિયામાં એક જ લેખકની કૃતિઓ પરથી સૌથી વધારે ફિલ્મો બની હોવાનું ઉદાહરણ શરદબાબુ સિવાય બીજા કોઈનું નહિ હોય એ હું નિશ્ચિતપણે કહી શકું છું.
ત્રીસીના દાયકામાં કલકત્તાની મશહૂર ફિલ્મકંપની ન્યૂથિયેટર્સ તરફથી નિર્માણ પામેલી દેવદાસ, ગૃહદાહ, બડીદીદી વગેરે ફિલ્મોમાં છબીકલાની જવાબદારી સંભાળવાનો સુયોગ મને સાંપડ્યો હતો. અને ત્યારથી શરદબાબુનો હું પ્રશંસક બની ગયો હતો. મુંબઈમાં સ્થાયી થયા બાદ મારી ફિલ્મ કંપનીના નેજા હેઠળ મેં શરદબાબુની ત્રણ કૃતિઓ અનુક્રમે `પરિણીતા’, `વિરાજવહુ’ અને `દેવદાસ’ પરથી ફિલ્મો બનાવી હતી, જે અત્યંત લોકપ્રિય થઈ હતી.
શરદબાબુની દરેક કૃતિમાં અતિ સમૃદ્ધ કથાવસ્તુ, જીવંત ચરિત્રચિત્રણ, હૃદયવેધક સંવેદના સાથે સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ જોવા મળે છે. ભારતની તમામ ભાષાઓમાં અને વિશ્વની કેટલીક ભાષાઓમાં જેમના અનુવાદ થયા છે એવા આ અપ્રતિમ કથાશિલ્પીની રચનાઓ મને હંમેશાં પ્રિય રહી છે.
– બિમલ રોય