Sant Kavi Nishkulanand Nu Jivandarshan

Category Biography
Select format

In stock

Qty

સંત કવિ નિષ્કુળાનંદ
એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ
‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ બુદ્ધિ તરફથી ગ્રીન સિગ્નલ મળે તો જ એને જીવનમાં અને કવનમાં ઉતારે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રોથી પ્રભાવિત થયેલ નિષ્કુળાનંદ પોતાની આંતર્સ્ફુરિત ઊર્મિને સતત વાચા આપતાં રહ્યાં છે. ‘ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાં રે, ખરી કરાવી છે ખાટ્ય’ : વ્યાપારના નફાખોટની ભાષામાં ઇષ્ટદેવના કાર્યને બિરદાવ્યું છે. જાણે મુમુક્ષુની આધ્યાત્મિક બૅન્કની પાસબુકમાંથી ખોટ્યની entry withdraw કરી નાખી અને પુરુષોત્તમ પ્રાપ્તિના આનંદને deposite કરી દીધો!
સંત કવિ નિષ્કુળાનંદના તમામ સર્જનમાં સૌરાષ્ટ્રની બોલીનો શ્વાસ ધબકે છે. તેમની ચિંતનાત્મક પંક્તિઓમાં જ્ઞાનની સરવાણી વહે છે. તેમની કૃતિઓમાં સૌરાષ્ટ્રની લોકબોલીના રૂઢિપ્રયોગોનો જાણે ભંડાર ભર્યો છે! નિષ્કુળાનંદે ક્યારેક વ્યતિરેક અલંકારમાં શ્રીજીમહારાજની સર્વોપરિતાને દર્શાવવા વર્ષાઋતુની હેલી પસંદ કરી છેઃ ‘અષાડિ મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બીજાં ઝાકળ’ તો શ્રીજીમહારાજે સમાજના નાતજાતના ભેદ પર પણ ચોકડી મારી દીધી એનો ગર્વ ‘દુરબળનાં દુઃખ કાપિયાં રે, ન જોઈ જાત કુજાત્ય’ પંક્તિમાં રજૂ કર્યો છે. દરેક કૃતિના અંતે શિરમોર સમી આનંદોર્મિથી છલકાતી પંક્તિઓનું માધુર્ય અને તેની ખૂબસૂરતી લાજવાબ છે. અસ્તુ!!

SKU: 9789390298983 Category: Tags: , , , ,
Weight0.56 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sant Kavi Nishkulanand Nu Jivandarshan”

Additional Details

ISBN: 9789390298983

Month & Year: September 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 544

Weight: 0.56 kg

ડૉ. પ્રતિભા મહિપતરામ દવે નિવૃત્ત પ્રાધ્યાપિકા. એલફિન્સ્ટન કૉલેજ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને તે પછી શ્રીમતી મણિબહેન એમ. પી. શાહ મહિલા કૉલેજ ઑફ આર્ટ્સ/કૉમર્સ કૉલેજમાં રીડર… Read More

Additional Details

ISBN: 9789390298983

Month & Year: September 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 544

Weight: 0.56 kg