બેહદ મહાત્ત્વાકાંક્ષી, ગણતરીબાજ, ચાલબાજ, સ્વાર્થી, નિષ્ઠુર… આ બધાંય વિશેષણોને હસી કાઢીને બિલોરી સારંગ સફળતાની સીડી ચઢતી ગઈ. પરંતુ ઇન્ડિયન મીડિયાની ‘ટૉપ ટેન મોસ્ટ પાવરફુલ વિમેન’ના લિસ્ટમાં સ્થાન પામેલી એ સ્ત્રી પર સગી પુત્રીની હત્યાનો આરોપ આવ્યો છે. એના પગલે ભૂતકાળ પર પડેલા એક પછી એક પડદા ઊંચકાઈ રહ્યા છે અને એની પાછળ દેખાઈ રહેલી બિલોરીને જોઈને એના મીડિયા ટાઈકુન પતિથી માંડીને મુંબઈ પોલીસફોર્સના બાહોશ અધિકારીઓ પણ ગૂંચવાઈ ગયા છે. પ્રતિષ્ઠાની ટોચ પરથી બદનામીની તળેટીમાં ધકેલાઈ ગયેલી બિલોરીને ઘેરી લેવા માટે એના ભૂતકાળનાં ભૂત તૈયાર બેઠાં છે, પરંતુ બિલોરી હાર માને એવા લોકોમાં નથી. પોતે નિર્દોષ હોવાનું રટણ એણે છોડ્યું નથી. પરંતુ સામે પોલીસકમિશનર વાસુકિ ગોકર્ણ પણ સત્ય જાણવા ન મળે ત્યાં સુધી જંપે એવા ઑફિસર નથી. કોઈ નથી જાણતું કે બિલોરીએ જે કર્યું એ શું કામ કર્યું અને જીવનની સહુથી મોટી લડાઈ લડી રહેલી બિલોરી છેવટે જીતી જવા માટે કયા શસ્ત્રનો ઉપયોગ કરશે.
Weight | 0.16 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789394502543
Month & Year: August 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 174
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.16 kg
Additional Details
ISBN: 9789394502543
Month & Year: August 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 174
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.16 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Raktaramat”
You must be logged in to post a review.