એ. એસ. નીલના નામે જાણીતા સ્કૉટિશ સજ્જન નવી આબોહવા જન્માવનાર પ્રયોગશીલ અને કલ્પનાશીલ શિક્ષક હતા. એમણે વિકસાવેલી `સમરહીલ સ્કૂલ’ મુક્ત બાળવિકાસ માટેની ક્રાંતિકારી શાળા ગણાય છે. નીલ દ્વારા લિખિત એક બહુ જ વિશિષ્ટ પુસ્તકનો બાળકોના મુછાળી મા કહેવાતા ગિજુભાઈએ અનુવાદ કર્યો છે. દરેક કિશોર, વાલી અને શિક્ષકને ઉપયોગી થઈ શકે એવું આ એક સુંદર પુસ્તક છે.
આ પુસ્તકમાં શિક્ષક એના પાંચ કિશોર વિદ્યાર્થીઓને તથા મિત્ર પિક્રફૅટને એક વાર્તા કહે છે. એમાં કિશોરો માત્ર વાર્તા સાંભળનાર શ્રોતાઓ જ નથી, વાર્તામાં ભાગ લેનાર પાત્રો પણ છે – એવી લાક્ષણિક ઢબે વાર્તા કહેવાય છે. વાર્તા એટલે શિક્ષકે કહેલી કાલ્પનિક વાર્તા અને વચ્ચે વાતચીત એટલે બાળકોની એના પર મજાક-મસ્તી ભરેલી ટિપ્પણ. પુસ્તકમાં વારાફરતી આ વાર્તા અને વચ્ચે વાતચીત આવ્યા કરે છે, પણ એ અટપટું બનવાને બદલે કંઈક નવી રીતે રસ પમાડનાર અનુભવ બને છે.


































Be the first to review “Rakhadu Toli”
You must be logged in to post a review.