શું તમે અને તમારા પ્રિયજન એક જ ભાષામાં વાત કરો છો?
જ્યારે તમે એની સાથે વાત કરવા માગો છો ત્યારે તે તમને ફૂલ મોકલે છે. જ્યારે તમને ઘરના ભોજનની જરૂરિયાત હોય છે ત્યારે તે તમને આલિંગન આપે છે. મુશ્કેલી એ નથી કે તમે બંને પ્રેમમાં નથી – મુશ્કેલી એ છે કે તમારા બંનેની પ્રેમભાષા અલગ-અલગ છે.
આ એક આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક છે. અહીં ડૉ. ગેરી ચૅપમૅન એવું અદ્ભુત રહસ્ય ખોલી આપે છે કે વ્યક્તિઓ કઈ અલગ અલગ રીતે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. જોકે પ્રેમની અભિવ્યક્તિની પાંચ અદ્ભુત રીતો છે.
* લાગણીના શબ્દો
* પ્રતિબદ્ધ સમય
* ભેટ
* સેવાનાં કાર્યો
* શારીરિક સ્પર્શ
જે તમારી માટે ઉપયોગી હોય તે તમારા પ્રિયજન માટે નકામું પણ હોઈ શકે, પરંતુ અંતે અહીં એકબીજાની અનન્ય જરૂરિયાતોને સમજવાની અદ્ભુત ચાવી અપાઈ છે. આ ભાષાઓના અમલથી તમે તમારા પ્રિયજન સાથેના સંબંધમાં એક નવી જ સુગંધ અનુભવશો. તમને તમારા પ્રેમની યોગ્ય અભિવ્યક્તિનું સુખ તો મળશે જ, સાથે જ તમારા પ્રિયજનનો મૂલ્યવાન પ્રેમ પણ મળશે.