પોતાનાં સપનાં મુજબની જિંદગી જીવવાનો જેટલો તરવરાટ Teen Agerને હોય છે કદાચ એના કરતાં પણ વધારે ઉત્સાહ પોતાની પોતાની ઉત્તરાવસ્થાને માણી લેવાનો Sixty+ લોકોને હોય છે. સુખી, પ્રસન્ન અને સ્વસ્થ સમાજની આ શુભ નિશાની છે.
ઉંમરના એવા પડાવ ઉપર જીવનને ટકાવી રાખવા, સમાજ અને પરિવાર સાથે મનમેળ રાખીને, પોતાની ઈચ્છા મુજબ સ્વમાનભેર જીવવા માટે શું કરવું જોઈએ?
Sixty+ની ઉંમરે સદાબહાર જીવન જીવવા માટે વ્યક્તિએ પોતાના સ્વભાવ, સમજણ અને વિચારોમાં પરિવર્તન લાવવું પડે છે. તમને થશે કે આવું પરિવર્તન કેવી રીતે લાવી શકાય? શું એ કરવું શક્ય છે?
ઉંમર કોઈ પણ હોય – Sixteen કે Sixty – જિંદગી જીવવાની સમજણ બરાબર કેળવાયેલી હોય તો કોઈ પણ ઉંમરે જિંદગી હળવીફૂલ જ રહેતી હોય છે.
આથમતા જીવનની દરેક પળને પ્રસન્નતાથી ભરી `લાઈવ’ રાખવાના જાદુઈ ઉકેલ દ્વારા આ પુસ્તક તમને Evergreen રહેવાની કળા શીખવશે.
Be the first to review “Evergreen Rahevani Kala”
You must be logged in to post a review.