સાંઈરામ દવે એક બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તથા શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. ૪૦ વર્ષની નાની ઉંમરમાં ૧૫૧ જેટલા જુદા જુદા વિષય પર હાસ્ય / લોકસાહિત્યના ઑડિયો વીડિયો આલ્બમ તેમણે આપ્યાં છે. લાખો ચાહકો સાથેના જીવંત સંપર્કને કારણે સમગ્ર વિશ્વના ગુજરાતીઓનાં હૃદયમાં તેમણે આગવું સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ, પુણે દ્વારા ધોરણ ૨માં તેમની શૈક્ષણિક કવિતા `છે સ્વર્ગથી વ્હાલી અમને અમારી શાળા’ અને ધોરણ ૪માં `હે માનવ જલને બચાવ’ ગુજરાતી વિષયમાં ભણાવાય છે. ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦માં ગુજરાતી વિષયમાં સાંઈરામ દવેનો પાઠ `બહેન સૌની લાડકી’ ભણાવાય છે. ૧૪ વર્ષ ગવર્નમેન્ટ સ્કૂલમાં ફરજ બજાવી હાલ રાજકોટ ખાતે `નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ’ના ફાઉન્ડર પ્રૅસિડેન્ટ તરીકે શિક્ષણ સેવામાં કાર્યરત છે.
ટૂંકમાં, સાંઈરામ દવે એટલે એક વ્યક્તિનો કાફલો.
શું આપના બાળકના અક્ષર ખરાબ થાય છે?
શું આપના બાળકને ચશ્મા આવી ગયા છે?
શું તમારું બાળક ગુજરાતી માધ્યમમાં છે તેને અંગ્રેજી બોલતા નથી આવડતું?
શું આપના બાળકને મિત્રો નથી?
શું આપનું બાળક માત્ર જંકફૂડ જ ખાય છે?
શું આપનું બાળક ઘરે હોમવર્ક નથી કરતું?
શું તમારું બાળક વારંવાર ખોટું બોલે છે?
શું આપનું બાળક રાત્રે નિંદરમાં સુ સુ કરે છે?
શું આપનું બાળક ભગવાનમાં માનતું નથી?
શું આપનું બાળક વ્યસન કરતાં શીખી ગયું છે?
શું આપનું બાળક અપશબ્દો બોલતા શીખી ગયું છે?
શું આપનું બાળક ખૂબ હાઇપર ઍક્ટિવ છે?
શું તમે ડિસલેકસીયાના લક્ષણો જાણો છો?
આપના બાળકને લક્ઝરીયસ અને હાઇફાઇ લાઇફ જ ખૂબ ગમે છે રૂપિયાની સહેજ પણ કિંમત નથી તો?
શું આપના બાળકને ચોરી કરવાની આદત પડી ગઈ છે?
શું આપનું બાળક જાહેરમાં તેના જનનાંગોને અડ્યા કરે છે?
શું તમારું બાળક ગુમસુમ એકલું ઘરમાં બેઠું જ રહે છે અને ઉદાસ રહે છે?
શું તમારું બાળક FACEBOOK અને WHATSAPP એડિક્ટ થઈ ગયું છે?
શું તમારું બાળક મહેમાન ઘરે આવે ત્યારે જ વસ્તુની જીદ કરે છે?
શું આપનું બાળક મોબાઇલનો અતિશય ઉપયોગ કરે છે?
આ પુસ્તકમાં સૂચવેલા બાળ ઘડતરના ઉપાયો અમારા ઘણા સમયની ચર્ચાનું મંથન છે. મારો એકાદ સવાલ કે એકાદ `સાંઈટિપ્સ’ બાળ ઘડતરના રસ્તે તમને અજવાળું પાથરે એટલે મારી તથા સમગ્ર ટીમની મહેનત સફળ ગણીશ.
– સાંઈરામ દવે
Be the first to review “Parenting Solutions”
You must be logged in to post a review.