શીશુ માતાને જન્મ આપે છે તે તથ્યને ઉજાગર કરતી કથા
આ કથાની નાયિકા તેના અણગમતા ધણીથી છૂટવા; વારેઘડીએ પિયર જતી રહે. પિયર અને સાસરિયાંને થાય કે નહીં નભે. છેક છૂટાછેડાના અંતિમે પહોંચેલી કથામાં એવું તે કશું સુખદ બને છે, જેને કારણે એકમેકને નહીં સમજનાર અણસમજુ બંને; પોતાની સંકુચિત સમજને ત્યજી પરસ્પરને સમજવા, ગમવા, સ્વીકારવા લાગે છે.
છૂટાછેડાના અંતિમે પહોંચેલી આ કથાનાં સ્રીપાત્રો પોતાની સૂઝબૂઝ અને ધીરજ થકી કથાને જે રીતે સુખદ કિનારે પહોંચાડે છે તે અપૂર્વ છે.
ગ્રામીણ પરિવેશ ધરાવતી આ કથામાં સર્જકે દરેક વયની સ્રીઓના ચિત્તની ચંચળ વૃતિઓને; તેમના મનના મહાભારતને સ્રીજીવનની અસ્થિર ક્ષણો આબેહૂબ આલેખી છે. સ્રી અને પુરુષ સર્વ પાત્રોના આંતરમનને વ્યક્ત કરવા સર્જકે કલામય કથાગૂંથણી કરી છે.
ગામડાગામનાં પાત્રો થકી; ‘માતા બાળકને નહીં પણ જન્મનાર શિશુ માતાને જન્મ આપે છે’ એ તથ્ય અને સત્ય ભારતીય પરિપ્રેક્ષ્યમાં આ કથા દ્વારા સર્જક મૂકી આપે છે. તે થકી આ કથા ગુજરાતી ભાષાસાહિત્યની નોંધપાત્ર ભારતીય નવલકથા ગણાઈ છે.
પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરની કથાઓની કક્ષામાં મુકાય એવી આ નવલકથા જૂની અને નવી બંને પેઢીના વાચકો, વિવેચકોને ત્રણ-ત્રણ દાયકાઓથી આકર્ષી રહી છે. પોતાના કથાઓ થકી ‘ઉત્તમ ભારતીય કથાસર્જક’ તરીકેનું સાહિત્ય અકાદમીનું સન્માન પામેલા શ્રી અશોકપુરી ગોસ્વામીની આ કથા પણ તેમની અગાઉની નવલકથાઓની જેમ જ આપને ગમશે.
Weight | 0.176 kg |
---|---|
Dimensions | 8.5 × 5.5 × 0.25 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361972591
Month & Year: April 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 146
Dimension: 8.5 × 5.5 × 0.25 in
Weight: 0.176 kg
Additional Details
ISBN: 9789361972591
Month & Year: April 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 146
Dimension: 8.5 × 5.5 × 0.25 in
Weight: 0.176 kg
Be the first to review “Neembhado”
You must be logged in to post a review.