નારાયણ મૂર્તિએ આ પુસ્તકમાં યુવાજગતને જીવનમૂલ્યોની જાળવણી સાથે Leadershipની મદદથી ધંધાકીય સૂઝ અને આવડત દ્વારા ઊંચા રાખેલા ધ્યેયોને કેવી રીતે પામી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે.
તમે સેવેલાં સપનાં અને તાકેલાં ઊંચાં નિશાન કેવી રીતે સાકાર કરીને ઉદ્યમી, કર્મનિષ્ઠ અને સફળ બિઝનેસમેન બની શકાય એ અંગેની સચોટ `માસ્ટર-કી’ આ પુસ્તકમાં જોવા મળશે.
નારાયણ મૂર્તિએ વિવિધ દેશોની યુનિવર્સિટીઓમાં આપેલાં પ્રેરણાત્મક પ્રવચનો પર આધારિત આ પુસ્તક `નહીં માફ નીચું નિશાન’ તમને આજની સ્પર્ધામાં ટકી રહેવા `અસામાન્ય વિચારો’નું ભાથું પૂરું પાડશે.
`નારાયણ મૂર્તિએ ઘણાં અવરોધોને પાર કરી એ સાબિત કર્યું છે કે ભારતમાં મૂલ્યોને વરેલી World Class કંપની સ્થાપી શકાય છે. તેમની ધંધાકીય સૂઝ અને Leadershipથી તેમણે ભારતમાં Innovation અને Enterpreneurship ક્ષેત્રે નવી જ્યોત પ્રજ્વલિત કરી છે. આ પુસ્તકમાં એમણે આજના સમયને ધ્યાનમાં રાખી નવો જ સંદેશ આપ્યો છે કે ધંધામાં મૂલ્યો અને Leadershipનું અત્યંત મહત્ત્વ છે.’
– બિલ ગેટ્સ
સહસ્થાપક, માઇક્રોસોફ્ટ
`આઈકૉનિક ફિગર’ બની ગયેલા નારાયણ મૂર્તિ કરોડો ભારતીયોના રોલ મૉડલ છે. Business Leadershipને લીધે જ નહીં, પરંતુ તેમનાં ધંધાકીય મૂલ્યો અને સરળ વ્યવહારને કારણે તેઓ સૌને માટે આદરપાત્ર બની ગયા છે. વિશ્વની સામે એમણે વિકાસશીલ ભારતના એક નવા ચહેરાને રજૂ કર્યો છે. મને પૂરી ખાતરી છે કે આજના સમયમાં આ પુસ્તક પ્રગતિ ઇચ્છનારાઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડશે.
– મનમોહન સિંહ
Be the first to review “Nahi Maaf Nichu Nishan”
You must be logged in to post a review.