મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો
દસ વર્ષે ધ્રુવજીના પગલે ભાગનાર “ભાણજી” તે આજના એમ.એ. (ફિલોસૉફી) થયેલા અધ્યાપક અને અધ્યાત્મમાર્ગના અવિરત યાત્રી સંન્યાસી શ્રી ભાણદેવજી.
* * *
બાપુની હત્યા થઈ ત્યારે મારી બાએ મારો હાથ પકડી કહ્યું, `બેટા, તું જે કરે છે તે બાપુનું જ કામ છે, તે ચાલુ રાખ, દિલ્હી જવાની જરૂર નથી!’ હા, ત્યારથી આજ સુધી નારાયણભાઈ દેસાઈએ બાપુનું કામ કર્યું છે!
* * *
કેસરમાં લઈ ગઈ મંદિરે પ્રતાપબાને, અને પસલીનો દોરો ભગવાન રામની મૂર્તિને બંધાવ્યો. છેલ્લાં પંચોત્તેર વર્ષોથી પોતાના ભાઈ શ્રી રામે પ્રતાપબા રાઠોડને સાત ગાંઠના દોરાની સામે સાત ભવનું ભાથું બંધાવી દીધું છે!
* * *
નાની નાની ચૈતસિક ઘટનાઓએ કુન્દનિકા કાપડિઆને અંતરની યાત્રા તરફ વાળ્યાં. આજે પણ દિલમાં એક સત્ય ઘર કરી રહ્યું છે કેઃ Truth is a pathless Land.
* * *
`ભગત તને સૂઝે છે બધું. બોલ્ય, તું ભણાવીશ આ છોરાં ને?’ પુંજલ રબારીથી બોલાઈ ગયું: `હા હું ભણાવીશ…’ અને શરૂ થયો શિક્ષણયજ્ઞ.
* * *
મહેન્દ્ર મેઘાણીને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દળવાનો શોખ! ઘરનાં, પડોશનાં, મિત્રોનાં અનાજને ઘંટીમાં દળી દે.
આવાં મુઠ્ઠી ઊંચેરાં 100 માનવરત્નોના જીવનપથના અદ્ભુત દસ્તાવેજો આ પુસ્તકમાં છે. અહીં આજની પેઢીનો ભારોભાર આદર અને આવતીકાલની પેઢીનો ભારોભાર આધાર છે. હૃદયને સ્પર્શતી વાતો અને પ્રવાહી અભિવ્યક્તિ આ પુસ્તકનાં ઊડીને હૈયે બેસે તેવાં પાસાં છે.
Be the first to review “Mutthi Unchero 100 Manavratno”
You must be logged in to post a review.