“…તે ‘જુગલબંધી’ અમને અનેરો આસ્વાદ આપી ગઈ છે. અમસ્તા, એમ જ એક-બે-ત્રણ લખાણો વાંચી જાઉં. મૂળ કાવ્યો/અનુવાદો પણ વાંચું. તે એ રીતે ગણતરીના દિવસોમાં આ સ્વાદ્યસામગ્રી અપન ચટ કર ગયા. મને સાચે જ ઉદયન મજા આવી. એક તો અહીં રસાસ્વાદ કરાવતી પરંપરિત ભાષા નથી… અહીં તમારી ચેતનાનું responding છે; જે રસપ્રદ છે… તમે બધું મજાથી/આનંદથી કહ્યું છે. બધે તમારી ચેતનાનાં જે સ્પંદનો પ્રકટ થયાં છે, તેમાં તમારા આનંદના સંકેતો છે… સળંગ પુસ્તકો વાંચી શકવા માટે પણ ધીરજ જોઈએ. ‘જુગલબંધી’ બે-ત્રણ દિવસમાં સમય મળતાં વાંચી ગયો અને મજા જ આવી.”
– લાભશંકર ઠાકર (પત્રમાંથી)
“‘જુગલબંધી’ના 34મા પાને પહોંચતાં પહોંચતાં મારી અધીરાઈનો અંત આવી ગયો અને આ પત્ર લખવા બેઠો… એક કવિ જ્યારે આસ્વાદક બનીને આવે ત્યારે આસ્વાદ જ કાવ્ય બની જાય એવા કવિ રમેશ પારેખના સંકેત સાથે કેવળ સહમતી જ નહીં બલકે નુસરત ફતેહઅલી ખાંની ‘આફરીં… આફરીં…’ ગાઈને નાચી ઊઠવાનું મન થઈ જાય છે!… વાક્યે-વાક્યે રોકાયા વગર રહેવાય નહીં, શબ્દોના ગુચ્છ નર્યા ડહાપણના ભંડાર લાગે, કલ્પના-રૂપક-દૃષ્ટાંતો-માહિતીથી ભર્યાં ભર્યાં! લાગણીઓથી છલોછલ!… આ અવતરણો આસ્વાદકના વિશાળ અભ્યાસ અને રસરુચિનાં દ્યોતક છે, જે સૌ કોઈમાં હોતાં નથી!… કવિતાને આવો મરમી તો જવલ્લે જ મળે! આફરીં… આફરીં… ઉદયનભાઈ, મારા ખરા હૃદયનાં અભિનંદન સ્વીકારશો. અદ્ભુત સમજ છે કવિતાની આપને.”
આપના આસ્વાદનો ઘેલો – નીરવ પટેલ. (પત્રમાંથી)
Be the first to review “Mukhomukh”
You must be logged in to post a review.