લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે.
સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી હોય છે. તે વ્યક્તિની સંવેદનાને અને એની કોઈ ને કોઈ સમસ્યાને તાકે છે – તાગે છે.
ગુજરાતી ભાષાના સમર્થ અને ટોચના લેખકોની સદાબહાર વાર્તાઓ આ પુસ્તકમાં છે. વિશ્વસ્તરની વાર્તાઓની સમકક્ષ ઊભી રહી શકે તેવી આ વાર્તાઓથી આપણી ગુજરાતી ભાષા રળિયાત છે.
Be the first to review “Manilal H. Patel [Sadabahar Vartao]”
You must be logged in to post a review.