જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરો.
મનમાં વિષાદ થયો… તો આ વિષાદ શું છે? તમે કદી મનને પૂછ્યું છે કે હે મિત્ર, આ ક્રોધ શું છે? એ કેમ આવ્યો? આ ક્રોધ આવ્યો તો ક્યાંથી ઊભો થયો? સમગ્ર ચિત્ત ક્રોધમય શી રીતે બની ગયું? ક્રોધ થવાને પરિણામે સમગ્ર વ્યક્તિત્વમાં ગરમી કેવી રીતે વધી, આંખો લાલ શી રીતે થઈ, નસોમાં તણાવ કેવી રીતે પેદા થયો, વાણીનો સંયમ કેવી રીતે છૂટી ગયો? અહોહો હો! એક પળમાં કેટલીય જૈવ રસાયણિક – `BIOCHEMICAL’ પ્રક્રિયા થઈ ગઈ? મનને તમે કદી નહીં પૂછ્યું હોય કે હે ભાઈ, મારા પ્યારા મિત્ર, આ તને શું થઈ ગયું છે? આપના મનમાં કદી આપના મન પ્રતિ કરુણા થઈ છે? તમે મન સાથે કદી મૈત્રી કેળવી છે? મન સાથે કદી પ્રેમ કર્યો છે? મન વિષે વાંચ્યું છે, સાંભળ્યું છે, પરંતુ કદી તેને જોયું છે? દર્પણમાં દેહને ખૂબ જુઓ છો, પણ ધ્યાન દર્પણમાં મનને કદી જોયું છે?
શરીરને સજાવવા, ખવડાવવા, પીવડાવવા સૌ પાસે સમય છે, પરંતુ આપણા જીવનમાં જો કોઈ ઉપેક્ષિત તત્ત્વ હોય તો તે મન છે. એને સમજ્યા વિના, વિચાર્યા વિના, એને જોયા વિના ધર્મ અને અધ્યાત્મને નામે બિચારા મન સાથે બધા લડવા તૈયાર થાય છે. તમે ગમે તેટલી ફરિયાદ કરો છતાં મન પ્રતિવાદ તો કરશે નહિ.
Be the first to review “Mangangotri”
You must be logged in to post a review.