બદલાતા સમયમાં ઊછીના વિચારો દ્વારા દિશાશૂન્ય લડતા માણસની કથા
પોતાને મળેલી પરિસ્થિતિથી ઊંચા સ્થાને પહોંચવા માટે માણસ સતત સંઘર્ષ કરે છે. ‘मा फलेषु’ એ વીસમી સદીના ઉત્તરાર્ધમાં જીવતા આવા જ એક પાત્રની કથા છે. આપણા દેશની પાછલી સદીનો ઘણો સમય એવો ગયો કે જેમાં સમાજ પારકી સંસ્કૃતિ, પારકી ભાષા અને પારકા વિચારોને અપનાવતો રહ્યો.
‘मा फलेषु’ નવલકથા વીતેલી સદીના સામાજિક વમળોને રજૂ કરે છે. એનાં પાત્રો ઇતિહાસ રચનારાં છે. ભ્રમને બ્રહ્મ માનનારાં આ પાત્રો નવલકથાને એક એવા ત્રિભેટે લઈ જાય છે જ્યાં વાચકને લગ્નસંબંધ અને કુટુંબ વ્યવસ્થાનાં સારાં-ખોટાં ડાઇમૅન્શન્સમાંથી જીવન જીવવાનો એક રસ્તો મળે છે. કયો છે એ રસ્તો ?
છેલ્લા કેટલાંક દાયકામાં માણસોનાં મૂલ્યો અને જીવનનાં ધ્યેય ઘણી ઝડપથી બદલાયાં; આસપાસના સાધનો અને વ્યવસ્થામાં પણ પરિવર્તન આવ્યું. પ્રેમ અને રહસ્યનાં જૂના વિષયની બહાર જઈ, સમયને સમજવા માગતાં વાચકો માટે ‘मा फलेषु’ અનિવાર્ય વાંચન છે.
અવનીશ ભટ્ટ ફોટોગ્રાફર છે અને શ્રીમતિ એમ.એમ.પી. શાહ વિમેન્સ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ (માટુંગા, મુંબઈ)માં અંગ્રેજી ભણાવે છે.
Be the first to review “Ma Faleshu”
You must be logged in to post a review.