કાયદે આઝમ
“ફરીથી હિંદુસ્તાન એક થઈ જશે. પાકિસ્તાનનું અસ્તિત્વ મટી જશે. આમ પણ – આજે નહીં તો કાલે એણે મહાન હિંદુસ્તાનના સ્વપ્નને સાકાર કરવા પોતાના કૃત્રિમ અસ્તિત્વને વિલીન કરવું જ પડશે અને કોઈપણ ભોગે એવું થઈને રહેશે.”;
‘‘મને એ નથી સમજાતું કે હું કેવી ભૂલ કરી બેઠો અને એક મજબૂત દેશના ભાગલા પડાવી દીધા. દેશ ક્યારેય કોઈ એક જ કોમનો હોતો નથી. દેશ તો એ બધાનો છે, જેમણે એ ધરતી પર જન્મ લીધો હોય અને ઉછર્યા હોય. એ જ તો ધરતી માતાનો પ્રેમ છે. જે મનને વિભાજિત થતું અટકાવે છે. બધા ધર્મો એને શરણે હોય છે, તો પછી પાકિસ્તાન શા માટે? એક દેશમાંથી બીજો દેશ શું કામ? આ જે ખાઈ છે એ અસ્થાયી છે અને આપણે જ એને ઊભી કરી છે. હું છેલ્લો, શ્વાસ લઉં એ પહેલાં એ ખાઈને પૂરી દેવા માંગું છું. જોડવા માંગું છું.”;
“આમ જુઓ તો હું પણ ક્યાં મુસલમાન છું. કદી મસ્જિદમાં નથી જતો કે ન હું, રોજા રાખું છે કે કુરાન વાંચું છે. ખરેખર તો હિંદુસ્તાનના મોટાભાગના મુસલમાનો મારા જેવા છે, જે પહેલાં હિંદુ હતા. એ નહીં તો એમના દાદા-પરદાદા હિંદુ હતા. હિંદુ ધર્મના આડંબર, જુનવાણી વિચારો, કડક નિયમો, ઉપેક્ષા અને જ્ઞાતિ બહાર કરી દેવાની કાર્યવાહી વગેરેએ, એ હિંદુઓને ધર્મ છોડવા મજબૂર કર્યા હતા.”;
“હું તો માત્ર નામ પુરતો જ મુસલમાન છું. આચારથી તો બિલકુલ નથી. સાચું તો એ છે કે મને કોઈપણ ધર્મમાં રસ નથી. મારા પરદાદાએ પારસી ધર્મ સ્વીકાર્યો હોત તો આજે હું પારસી હોત.”
– મોહમ્મદ અલી જિન્ના
ગુજરાતના પનોતા પુત્ર અને પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી જિન્નાને ઓળખવામાં તમે થાપ તો નથી ખાધીને? જિનાના હૃદયમાં ધબકતા અખંડા રાષ્ટ્રપ્રેમની અને પ્રસંગે પ્રસંગે જિન્નાના વ્યક્તિત્વની કેટલીય અજાણી વાતોનો પર્દાફાશ કરતી આ રોમાંચક નવલકથા તમને સતત જકડી રાખશે!
Be the first to review “Kaydeaazam”
You must be logged in to post a review.