શરૂઆતના કલાકોમાં કંઈ જ નહોતું;
ન ડર, ન દુઃખ,
હતો માત્ર શૂન્યાવકાશ અને નીરવ શાંતિ!
એન્ડીઝના ખતરનાક બર્ફીલા પહાડોમાં એક વિમાન તૂટી પડ્યું, પણ તેમાંના કેટલાક લોકો બચી ગયા અને પછી ચાલ્યો જિંદગી સામેનો જંગ. બે મહિના તે લોકો ત્યાં ફસાયેલા રહ્યા. વચ્ચે હિમપ્રપાત આવ્યો અને વધુ થોડા લોકો માર્યા ગયા. આખરે નેન્ડો પેરાડો અને રૉબર્ટો અશક્ય લાગે તેવું આરોહણ કરીને એન્ડીઝનો પર્વત વટાવી ગયા અને 72મા દિવસે બચેલા મિત્રોને પણ ઉગારી લીધા. રગ્બી ટીમના ખેલાડીઓની એક અપ્રતિમ સાહસની આ કથા છેલ્લા ત્રણ દાયકાથી દુનિયાભરમાં એક ચમત્કારિક ઘટના તરીકે વંચાતી રહી છે.
શિખરને પાર કરી જવાની હિંમત દાખવનાર નેન્ડો, પોતાના દિલની વાત પુસ્તકરૂપે વાચકો સમક્ષ મૂકી રહ્યો છે, કેમ કે તેને લાગે છે કે પોતાની કથા એ જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા કેટલાય લોકોની કથા છે. માણસની જિજીવિષા અને કટોકટીમાં પણ આખરી શ્વાસ સુધી જીવી જવાનો તલસાટ સંકટમાં ઘેરાયેલા લોકોને પ્રેરણા આપી શકે છે કે એક શ્વાસથી બીજા શ્વાસની વચ્ચે જીવી જાવ, થોડું વધુ સહન કરી લો અને જીવન એટલું અમૂલ્ય છે કે તેના માટે જાનની બાજી લગાવી દો!
Dimensions | 5.5 × 8.5 in |
---|---|
Binding | Paperback |
Additional Details
ISBN: NA
Month & Year: NA
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: NA
Dimension: 5.5 × 8.5 in
Additional Details
ISBN: NA
Month & Year: NA
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: NA
Dimension: 5.5 × 8.5 in
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page