શું તમને લાગે છે કે તમારા જીવનને તમે સંભાળી શકતા નથી? શું તમને લાગે છે કે બધી વાત તમારા કાબૂ બહાર જઈ રહી છે? શું તમને ડર લાગવા માંડ્યો છે કે તમે આ બધું હવે નહીં સંભાળી શકો? દાદા જે. પી. વાસવાણી તમને એક મંત્રની ભેટ આપવા માંગે છે, જે તમને ખૂબ જ સહાયરૂપ થશે. એ મંત્ર છે –
`તમારો અભિગમ બદલશો તો તમારું જીવન બદલાઈ જશે.’
બધો જ આધાર તમારા અભિગમ ઉપર જ છે! ડર, ચિંતા, પરેશાની, હતાશા અને તેના જેવા બીજા નકારાત્મક ભાવોને તમે વાળીઝૂડીને ફેંકી દઈ શકો છો – જો તમે યોગ્ય અભિગમ સાથે તમારી જિંદગીને ઘાટ આપવા તૈયાર હોવ તો.
હૃદયની ઉષ્માથી ભરપૂર આ નાનકડી વાર્તાઓ તમારામાં હકારાત્મક વિચારો અને યોગ્ય મનોવલણ મજબૂત કરવા માટે જ લખાયેલી છે.
દાદા જે. પી. વાસવાણીનાં પ્રેરક પ્રવચનો અને અતિપ્રસિદ્ધ પુસ્તકોમાંથી આ વાર્તાઓ ચૂંટી કાઢવામાં આવી છે. આ વાર્તાઓ જ દાદાને પ્રેરણાદાયી શિક્ષક, સમજણ આપતા ચિંતક અને આદર્શ ગુરુ તરીકે સ્થાપિત કરે છે. તેઓ આપણા જીવનરાહને અજવાળી, જેની આપણને ઝંખના છે તે સત્ય તરફ આપણને દોરી જાય છે.
દરેક વાર્તા ખૂબ જ આનંદ આપનારી તો છે, પણ સાથે સાથે તે સૌ સર્વોચ્ચ સત્યને પ્રસ્થાપિત કરે છે.
Weight | 0.11 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789388882637
Month & Year: June 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.11 kg
Additional Details
ISBN: 9789388882637
Month & Year: June 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.11 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Jeeto Dunia Tamara Abhigam Thi”
You must be logged in to post a review.