પૃથ્વીના નકશામાં કે ગોળામાં દેખાડા ખંડ કે ઉપખંડ, જેમને પોતાનાં ઘરનાં નાના-મોટા ખંડ જેવા લાગ્યા હોય એવાં વિશ્વપ્રવાસીની પ્રીતિ સેનગુપ્તાએ પોતાનાં રોમાંચક પ્રવાસવર્ણનનાં અનેક પુસ્તકો આપીને વાચકોને પણ વિશ્વપ્રવાસી બનાવી દીધા છે એમાં બેમત નથી!
આપણી આ દુનિયામાં ટાપુઓની પણ પોતાની અલગ દુનિયા છે. દુનિયાના વિવિધ ભાગોમાં આવેલા માત્ર ટાપુઓના પ્રવાસ વર્ણનનું આ એકમાત્ર અને અનોખું પુસ્તક છે. હિન્દી મહાસાગર, ઍટલાન્ટિક મહાસાગર, કરબિયન મહાસાગર અને પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલા ટાપુઓનો માહિતીસભર અને મનોરંજક ખજાનો તેમજ જુદા જુાદ ટાપુઓમાં વિવિધ લોક સંસ્કૃતિ, જુદા જુદા દેશોની લાઇફસ્ટાઇલ, ઉપરાંત ત્યાંનો સાહિત્યિક, ઔદ્યોગિક અને કલાવારસાનો ત્રિવેણી સંગમ માણવો હોય તો `જળ મધ્યે સ્થળ’ પ્રવાસપુસ્તક તમારે વાંચવું જ પડે!
લેખિકાનાં અન્ય પ્રવાસ-સુવાસ ફેલાવતાં પુસ્તકોની જેમ આ પુસ્તક પણ તમને પ્રવાસના વધુ ઊંડા પ્રેમમાં પાડી દે તો નવાઈ નહીં!
Be the first to review “Jal Madhye Sthal”
You must be logged in to post a review.