શબ્દકોશ પોતે જ વાંચનનો વિષય નથી. કદાચ કોઈ મોટા વિદ્વાન માણસો એકલા શબ્દકોશ હાથમાં લઈ પહેલેથી છેલ્લા પાના સુધી ધીરજથી અને ઝીણવટથી વાંચી જતા હશે, પણ એ એક અપવાદ કહેવાય. કોઈ વાચકોનું માનસ કે રસવૃત્તિ એવાં ન હોય. પરંતુ વાર્તા, કવિતા, ઇતિહાસ કે તત્ત્વજ્ઞાનના વિષયનું હરકોઈ પુસ્તક વાંચતાં કોઈ શબ્દ ન સમજાય ત્યારે શબ્દકોશનાં પાનાં તપાસવાની જરૂર પડે છે; અને અમુક શબ્દ કે અર્થ સમજી આપણે પાછા મૂળ પુસ્તક તરફ વળીએ છીએ. એટલે શબ્દકોશ એક જાતના પાર્શ્વપ્રકાશ (Side-light)ની ગરજ સારે છે. જે વિદ્યાર્થીઓ, માધ્યમિક શાળાઓમાં અથવા પાઠશાળાઓમાં ભણતા હોય તથા પાઠ્યપુસ્તકોનો ઝીણવટથી અભ્યાસ કરવા માગતા હોય, એમને આવો સુલભ અને સુવાચ્ય શબ્દકોશ જરૂર ઉપયોગી થશે.
Additional Details
ISBN: 9789351226512
Month & Year: June 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 400
Weight: 0.26 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Gujarati To English Dictionary”