સંસ્કૃતમાં વાર્તા એટલે સાચી બનેલી હકીકતના અર્થમાં વપરાય છે. અંગ્રેજી, નૉવેલ કલ્પિત કથાના અર્થમાં છે, વૃત્ત. થવું, બનવું એમાંથી વાર્તા શબ્દ વ્યુત્પન્ન થયો છે, તેથી તેમાં યથાર્થનો અર્થ છે.
ઉમાશંકર બે વર્તુળ દોરે છે, એક અંદરનું નાનું તે વાર્તા. તેને ફરતું ગોળ મોટું વર્તુળ તે કથા. એટલે કથાની અંદરનું ગર્ભ બીજ તે સત્ય. એમાંથી અંકુરિત થાય છે છોડ, કે સુગંધિત પુષ્પ. લીલુંછમ્મ વૃક્ષ પણ. સાહિત્યનું ગર્ભ બીજ તે જીવન. આપણી આસપાસ રચાયેલા સમાજમાં, જીવાતા જીવનની ભીતરમાં આ બીજ સંગોપાયેલું છે. સૂર્યોન્મુખ ઘટાદાર વૃક્ષો અધ્ધર હવામાં તો ઊગતા નથી.
આ બીજ કે સત્ય માત્ર ઘટના છે. ઘટના તે પ્રસંગ છે, વાર્તા નથી. બીજ જલ, ભેજ, ખાતરથી નવસર્જન પામે છે અને કૃતિને પણ સંમાર્જીત કરવી પડે છે. પહેલાં સામાન્ય વસ્તુને વિશેષભાવે પોતાની કરી લઈ છેવટે વિશેષભાવે સામાન્ય કરી દેવી તે જ સાહિત્ય અને રૂપાંતરણ તે સર્જકતા.
Be the first to review “Fari Gruhpravesh”
You must be logged in to post a review.