“…આનંદની વાત છે કે વ્યાવસાયિક વ્યસ્તતાની વચ્ચે કવિની યાત્રા ભીતર અને બહાર સમાંતરે ચાલે છે. અને બહુ સરસ શેરરૂપે કવિની બારીક સમજ પ્રગટે છે.
એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.
મને સૌથી વધુ ગમેલો આ શેર છે. આ ભાવના એમનાં અન્ય કાવ્યોમાં પણ ઠેર ઠેર પ્રકાશ બની વિખેરાઈ છે.”
– ડૉ. રઇશ મનીઆર
“નિરંતરની આદ્રતામાં દ્વાર ભીતરનાં ખોલી વહી નીકળતા કવિને એમની સમૃદ્ધિમાંય રંકતા પર વારી જવાની ખેવના વર્તાય છે. આજ લક્ષણા એમને સમ્યક્ સમૂચિત ઇન્દ્રિય પાર ગતિ કરાવે છે. જે વિશેનો નિમ્ન શેર નિશ્ચે આ સંગ્રહને અમીરાઈ દેશે.
કોઈ રંકની આંખેથી,
આંસુ ચોરી લેવું છે.
આંસુ જેવા જ આકારનો પણ દરિયાપારનાં લાગણીવિસ્તારનો આ શેર કવિની નરસિંહી ઓળખ કરાવે છે. આ માનવભક્તિનું ચરમ અધ્યાય નિરૂપણ છે, જે જવલ્લે જ કાવ્યોમાં સાંપડે છે.”
– ડૉ. સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ ‘ગુરુ’
Be the first to review “Dwar Bhitarna Khol”
You must be logged in to post a review.