ઋણાનુબંધના હાથમાં કરુણાનું કન્યાદાન કરવામાં આવે ત્યારે જે પ્રેમનો આવિષ્કાર થાય છે એ દિવ્યપ્રેમ તરીકે ઓળખાય છે – સનાતન પ્રેમના આ સત્યને ઉજાગર કરે છે કાલિંદી, સુરમ્ય અને મુગ્ધા!
સુરમ્યના એક પ્રશ્નનો ઉત્તર આપતાં કાલિંદી કહે છે: `મારા જીવનમાં આવું બનશે જ નહીં એની મને ખાતરી છે. પણ હું એ યુવતીને મળી લગ્ન નહીં કરવાનું સાચું કારણ જાણું. જો એ એના પહેલા પ્રેમને સ્વીકારીને જ કુંવારી રહી હોય તો હું એના દિવ્યપ્રેમનો સ્વીકાર કરું.’
કોણ છે આ મુગ્ધા? સુરમ્યના જીવનમાં એ પ્રેમનો પ્રાણવાયુ બનીને આવી છે એવું જો સુરમ્યનું માનવું હોય તો પછી કાલિંદી કોણ છે, જેને સુરમ્ય પોતાના અસ્તિત્વનો અખંડિત અંશ માને છે?
આ નવલકથા તમને સત્ય, પ્રેમ અને કરુણાના સંગમતીર્થ પર લઈ જઈને કાલિંદી, સુરમ્ય અને મુગ્ધાનો પરિચય કરાવશે, જે તમને તમારી આજુબાજુમાં જ વસતાં – શ્વસતાં દેખાશે!
એક બેઠકે વાંચીને કશુંક મેળવ્યાનો, કશુંક પામ્યાનો, કશુંક `જીવ્યા’નો અનુભવ કરાવતી આ નવલકથા, મોટાભાગની પ્રેમકથાઓ કરતાં કંઈક હટકે છે!
| Weight | 0.2 kg |
|---|---|
| Dimensions | 0.9 × 5.5 × 8.5 in |
| Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119132362
Month & Year: May 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 172
Dimension: 0.9 × 5.5 × 8.5 in
Weight: 0.2 kg
Additional Details
ISBN: 9788119132362
Month & Year: May 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 172
Dimension: 0.9 × 5.5 × 8.5 in
Weight: 0.2 kg





























Be the first to review “Divyaprem”
You must be logged in to post a review.