બે કાંઠાની અધવચ
દાંપત્યના દરિયામાં દીવાદાંડી સમી નવલકથા
પશ્ચિમની ભૌતિકતા પાછળ અને કહેવાતા સુખના ભ્રામક સરોવર તરફ ખેંચી જતી જિંદગીના ધસમસતા વહેણમાં અટવાઈ જતો કથાનાયક સુજીત અને પશ્ચિમના વૈચારિક વંટોળમાં પણ કુટુંબમાળાનું એકેય તણખલું છૂટું પડીને ઊડી ન જાય એ માટે સતત મથ્યા કરતી કથાનાયિકા કેતકી – શાંતપણે વહી રહેલા જીવનપ્રવાહમાં એકબીજાંથી મને – કમને છૂટાં પડી જાય છે એની પાછળ નિયતિનો હાથ છે કે પછી આ બંનેની નિયતનો?
Made for each otherની જેમ મળેલાં જીવ એકબીજાંથી અલગ થઈ જવાનું કેમ વિચારે છે? પશ્ચિમના ઘોંઘાટ વચ્ચે પણ ભારતીયતાનો સૂર સહેજપણ બેસૂરો ન બને એની ખેવનામાં જીવતી કેતકી પોતાની જીવનનદીના બે કાંઠાની અધવચ આવીને પ્રેમ અને સંબંધની કઈ ઓળખને પામવા ઝઝૂમતી રહે છે?
આ નવલકથા વાંચતાં પ્રત્યેક વાચકને ચોક્કસ એવી પ્રતીતિ થવાની જ કે આ સુજીત અને કેતકીને હું ઓળખું છું. કદાચ એવું પણ અનુભવે કે આ તો ખુદ અમે જ છીએ! જિંદગીને સ્પર્શતા આવા અનેક પ્રેમપ્રશ્નોના ઉત્તરો તમને આ નવલકથામાંથી મળશે!
Be the first to review “Be Kantha Ni Adhvach”
You must be logged in to post a review.