હું પોતાને વેશ્યા સમજતી ન હતી. મારા મનના ખૂણામાં મારી પોતાની એક પ્રતિમા મેં કોમળતાપૂર્વક સાચવી રાખી હતી. બહારથી મને કોઈ પણ ઉઝરડી નાંખે, લોહીલુહાણ કરે છતાં એ પ્રતિમા હું જીવના જોખમે જતન કરવાની હતી. એ પ્રતિમા એક કલાકારની હતી, સ્વાભિમાની કલાકારની. પણ મારા માટે આ સંભવ હતું? પુરુષોને જાણે મારી ગંધ આવતી કે આ એવી સ્ત્રી છે, જેને આપણે ચગદી શકીએ, વાપરી શકીએ.
મારી બાબતમાં આખરે શું થવાનું હતું? શું થવામાં બાકી રહ્યું હતું? જે કાંઈ થવાનું હોય એ થાય, પણ મારે બે વખતનાં ખોરાકની અસલામતી જોઈતી ન હતી. બાળકોનાં જીવનની ધૂળધાણી જોઈતી ન હતી. અપેક્ષાઓ કાંઈ વધુ ન હતી, પણ જે જીવન હતું એવું જ ચાલુ રહ્યું હોત તો હું કેટલો સમય જીવતી રહી શકી હોત?
કેવી અવસ્થામાં જીવતી રહી શકી હોત?
હું મૂળથી હચમચી ગઈ હતી. મેં ઘણીબધી મનોવ્યથાને અંતે આ કથા લખવાની શરૂઆત કરી. આ કથાએ મને ઘણુંબધું આપ્યું. મારી કથા વાચકોને શું આપશે એ મને ખબર નથી, પણ મારા જેવી હજારો બારબાળા અને લાખો પીડિત સ્ત્રીઓ પ્રત્યે જોવાનો થોડાક લોકોનો અભિગમ બદલાય તોય ઘણું.
સંજોગોનો શિકાર બની અનિચ્છાએ બારબાળા બનેલી સ્ત્રીઓ ખરાબ હોય છે? ઠગારી, એશોઆરામપૂર્ણ જીવન જીવનારી, છીછરી, અશ્લીલ, ચારિત્ર્યહીન કે વ્યભિચારી હોય છે? એ વેશ્યા છે? એના કોઈ પણ જવાબો અગાઉથી તૈયાર કરવા કરતા તેની આ કથા તેના જ શબ્દોમાં વાંચવી જોઈએ.
SKU: 9789380868448
Categories: Autobiography, New Arrivals
Tags: autobiography, baarbala, barbala, vaishali
Weight | 0.22 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Additional Details
ISBN: 9789380868448
Month & Year: April 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 250
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.22 kg
Vaishali Haldankar
1 Book- Explore Collection
Additional Details
ISBN: 9789380868448
Month & Year: April 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 250
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.22 kg
Other Books in New Arrivals
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Baarbala”
You must be logged in to post a review.