અમર પ્રવાસનિબંધો
`જીવ્યા કરતાં જોયું ભલું’ એ કહેવત જ પ્રવાસનું મહત્ત્વ સમજવા માટે પૂરતી છે!
તમને શબ્દની આંખો અને કલ્પનાની પાંખો પહેરાવી તમારા ઘરમાં બેઠાં બેઠાં દુનિયાભરની સફર કરાવવાનો કીમિયો એકમાત્ર પ્રવાસસાહિત્ય પાસે છે. તમે કોઈપણ પ્રવાસનિબંધ કે પ્રવાસકથા વાંચશો તો તમને એવું લાગ્યા કરશે કે તમે એ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈ રહ્યા છો! પ્રવાસવર્ણનની આ જ તો વિશેષતા છે.
ગુજરાતી સાહિત્યમાં લખાયેલાં અમર પ્રવાસનિબંધો પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યા છે. આ પુસ્તકમાં એવા પ્રવાસનિબંધો સમાવ્યા છે કે જેમાંના કેટલાક નિબંધો તમને સ્થાનિક પ્રવાસ કરાવશે, કેટલાક નિબંધો તમને રાષ્ટ્રીય પ્રવાસ કરાવશે, તો કેટલાક વળી આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ કરાવશે! પ્રકૃતિ સાથે સુક્ષ્મ સંબંધ સ્થાપવાનું કામ દરેક પ્રવાસ કરે છે.
કોઈપણ પ્રવાસ તમને વિવિધ પ્રકારના અનુભવોથી સજજ કરે છે. નિયમિતતા, આત્મનિર્ભરતા, જવાબદારી અને સમય તેમજ સ્થળ સાથે સમાધાન કેળવવાની જીવનકળા જેવા ગુણો તમને પ્રવાસ દરમિયાન જ શીખવા મળે. કાકા સાહેબ કાલેલકરે તો પ્રવાસને અનુભવોની હાલતી ચાલતી પાઠશાળા કહીને નવાજ્યો છે!
પ્રવાસ એ બૌદ્ધિક ખોરાક જ માત્ર નથી, પણ કુદરત સાથેનો એક સંવાદ પણ છે, જેને આ પુસ્તકના દરેક પાને તમે અનુભવી શકશો!
Be the first to review “Amar Pravas Nibandho”
You must be logged in to post a review.