આલ્બર્ટ આઇન્સ્ટાઇન
જગતના અનેક મહાપુરુષ, રાજનેતા અને વૈજ્ઞાનિક મહાત્મા ગાંધીને પોતાના ગુરુ તથા પોતાનો આદર્શ માને છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન એમાંના એક હતા.
આઇન્સ્ટાઇનનું જીવન અત્યંત જટિલ રહ્યું, એમના જટિલ સમીકરણો કરતાં વધુ જટિલ. પરંતુ ચોથા પરિમાણને શોધનારા આઇન્સ્ટાઇનનું જીવન વૈવિધ્યપૂર્ણ પણ હતું. બાળપણમાં એક બુદ્ધુ બાળક, જેની પાસે ન તો એનાં માતા-પિતાને કોઈ અપેક્ષા હતી કે ન એના શિક્ષકોને. માતા-પિતા ભણાવીને જે બનાવવા માંગતા હતાં એવું ન બની શકવું, અભ્યાસ પૂરો કર્યા પછી બેરોજગારીના સમયગાળામાં એવી ઘટનાઓ બનવી કે જેને કારણે વ્યક્તિ ભાંગી પડે. આ બધા પૈકી માત્ર એક જ કારણ જીવનને નિરાશાથી ભરી દેવા માટે પૂરતું હોય છે; પણ આઇન્સ્ટાઇન નિરાશ ન થયા.
એમનું એક એક કાર્ય અને નોબલ પુરસ્કાર સમાન હતું, પણ એમને એ પુરસ્કાર દોઢ દાયકાથી ઘણા વધુ સમય પછી આપવામાં આવ્યો. આઇન્સ્ટાઇન સમગ્ર વિશ્વને એક કુટુંબ સમાન માનતા હતા. ‘વસુધૈવ કૌટુમ્બકમ’ની ભાવના એમના હૈયે વસી હતી. એમનાં પ્રેરણાત્મક જીવનના તમામ ગુણોનો સારાંશ આ પુસ્તકમાં મૂકવાનો વિનમ્ર પ્રયત્ન કર્યો છે.
Be the first to review “Albert Einstein”
You must be logged in to post a review.