અબ્રાહ્મ લિંકન – બેકકવર
આ એક એવી વ્યક્તિનું જીવન છે, જેણે સંઘર્ષ દ્વારા સફળતા મેળવી છે.
એવા લોકો કે જેમની કાબેલિયતે આખા રાષ્ટ્રની દિશા બદલી નાંખી; એવા લોકો કે જેમણે પોતાની માણસાઈના રંગે રંગાયેલ ટેક મારફત દેશના વહેણને બદલવાનું કામ કર્યું, એવા લોકો કે જેમણે પોતાની મહત્ત્વાકાંક્ષાઓને બેકાબુ બનવા ન દીધી બલકે તેમને ઠાવકાઈના છાંયડે પોષી. આવા બધા લોકો ઇતિહાસમાં કદી ભુલાતા જ નથી. અને તેથી તેઓ મહાન કહેવાય છે.
અમેરિકાના સોળમા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પણ આ જ સાંકળની એક કડી હતા. ઘોર ગરીબાઈ અને અભાવોમાં જન્મેલા અબ્રાહમને શિક્ષણના નામે પંદર વરસની ઉમરમાં ફક્ત અક્ષરજ્ઞાન જ પ્રાપ્ત થઈ શક્યું હતું, પરંતુ ભણતરની અદમ્ય ઇચ્છાને લીધે જ તેમણે ભણવાનું ચાલુ રાખ્યું. ગરીબી તો એટલી હતી કે તે પોતે પોતાની અંકગણિતની ચોપડી પણ ખરીદી શક્યા નહોતા અને પોતાના મિત્ર પાસેથી માંગી લઈ આખેઆખી ચોપડી પોતાની નોંધપોથીમાં ઉતારી લીધી હતી !!!
આ પુસ્તકમાં એમના જીવનનો સંઘર્ષ, દેશમાં તે વખતની ગુલામીના રિવાજની સામેની લડાઈ, પહેલી વાર તેઓ વિધાનસભાના સદસ્ય બન્યાની હકીકત, ગૃહયુદ્ધનો સામનો કરીને રાજનીતિની ટોચે પહોંચવાની બાબત અને એક વાર નહિ, પરંતુ અમેરિકા ગણરાજ્યના બબ્બે વાર રાષ્ટ્રપતિ બનવાની પ્રેરણાત્મક વાતો સામેલ છે.
મક્કમ મનોબળ અને હિંમતથી સફળતા મેળવવાની અનેરી વાતો અહીંથી શીખવા જેવી છે.
ભૂખ, ગરીબી અને સગવડોના અભાવના રોદણાં ન રોનાર, જીવનમાં કંઈક `ઔર’ કરવાની ખેવના રાખનારા વાંચકો માટે આ અત્યંત પ્રેરણા આપનારા અને માર્ગદર્શક પુસ્તક છે.
તમારા બાળકને આ પુસ્તક જરૂર વંચાવજો, જે તેની માટે મહામૂલી ભેટ બની રહેશે.
Be the first to review “Abraham Lincoln”
You must be logged in to post a review.