“રાયન હૉલિડે આજના સમયના Great Thinker ગણાય છે. જીવનમાં ‘કશુંક મેળવવા માટે’ તેમનાં પુસ્તકો તમને ઉપયોગી નીવડશે.”
ઍન્થની રોબિન્સ
International અને ગુજરાતી બેસ્ટસેલર Awaken the Giant Within અને Unlimited Powerનાં લેખક
——
આપણી આજુબાજુ અનેક લોકો કે કંપનીઓને આપણે નિષ્ફળ જતાં કે ખતમ થતાં જોઈએ છીએ ત્યારે તમને કદી એવો વિચાર આવ્યો છે કે આવું શા માટે થતું હશે?
એવું તો શું છે કે જેને કારણે….
અનેક ટૅલેન્ટેડ યુવાનોની કરિયર ખતમ થઈ જાય છે.
સફળ કંપનીઓ રાતોરાત ડૂબી જાય છે.
વિશાળ જાગીરો અને લખલૂટ સંપત્તિ ધૂળમાં મળી જાય છે.
પરિવાર નેસ્તનાબૂદ થઈ જાય છે.
સંઘર્ષને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે છે.
આ સૌનું એકમાત્ર કારણ છે…. Ego એટલે કે અહંકાર જે તમારી બુદ્ધિ, કાર્યક્ષમતા અને ડહાપણને ખતમ કરી નાંખે છે.
પરિસ્થિતિ પ્રમાણે બદલાવાની આપણી સમજદારીને અહંકાર બુઠ્ઠી કરી નાંખે છે. દરેક ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને વિચારકોએ સમયે સમયે આપણી અંદરના આ કટ્ટર શત્રુ વિશે ચેતવણી આપી જ છે!
આ પુસ્તકમાં રાયન હૉલિડે અહંકારનાં લક્ષણ અને જોખમ વિશે જણાવે છે અને તેને કેવી રીતે હરાવી શકાય એ પણ સરળ અને પ્રૅક્ટિકલ ઉદાહરણો દ્વારા શીખવે છે.
જે લોકો જાણેઅજાણ્યે અહંકારના શિકાર થયા છે એવાં દરેક માટે આ પુસ્તક Must Read છે.
યાદ રાખો – આપણે સૌએ અહંકારનો વિનાશ કરવો જ રહ્યો, તે આપણો વિનાશ કરે તેના પહેલાં…
Be the first to review “Ego Is The Enemy (Gujarati Edition)”
You must be logged in to post a review.