Dhoondhbhari Kheen

Select format

In stock

Qty

વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર થતી હવાનો અવાજ સંભળાય છે… આકાશમાં વાદળાં ઘેરાઈ આવ્યાં છે અને ખૂબ નીચે ઊતરી આવ્યાં છે. નીચે ખીણમાં પણ ધુમ્મસ ઊઠી રહ્યું છે.  હું સિમલાની ઉપર કુફ્રીના પહાડની ધાર પર ઊભી હતી. જરા જરા બરફ વરસતો હતો. નીચેની ખીણમાંથી મેં એક કુમળો અવાજ સાંભળ્યો હતો. જોયું તો એક ઝાડ પાસે બકરીનું નવજાત બચ્ચું પડ્યું હતું. હું નીચે ઊતરી. બકરીના બચ્ચાને ઠંડીથી બચાવવા મારી છાતીએ વળગાડ્યું. બચ્ચું મોઢું ઉઘાડી મારી છાતી ફંફોસવા લાગ્યું. એ વખતે હું જાગી ગઈ હતી. રૂમમાં અંધારું હતું અને રાતની નિઃસ્તબ્ધતા. મારી છાતી ધડકતી હતી, અંદરથી અને બહારથી.  ‘શું કરો છો?’  ‘તને શોધું છું, મનુ… ખાતરી કરું છું, તું અહીં જ છેને – મારી પાસે?’  *** સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીની, 2000ની સાલનો ‘સાહિત્ય અકાદમી ઍવૉર્ડ’ પ્રાપ્ત નવલકથા

SKU: 9789395556705 Categories: , , , , Tags: , , , , , , ,
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Dhoondhbhari Kheen”

Additional Details

ISBN: 9789395556705

Month & Year: February 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 212

Dimension: 5.5 × 8.5 in

વીનેશ અંતાણી એ ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નિબંધકાર છે. તેમનો જન્મ માંડવી (કચ્છ) નજીક આવેલા નવાવાસ ખાતે થયો હતો. 1975માં તેઓ આકાશવાણીમાં પ્રોગ્રામ… Read More

Additional Details

ISBN: 9789395556705

Month & Year: February 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 212

Dimension: 5.5 × 8.5 in