નૈતિક નિર્ણયોની ભૂલોનો `કાળો પડછાયો’ લાંબો થતો જાય છે. ભારતમાં વિવિધ નીતિઓ સંદર્ભે અનેક ફેરફારો થઈ રહ્યા છે. પ્રભાવશાળી સરકારી ક્ષેત્ર, નાણાકીય ખાધ અને મુક્ત નિયમો – એક ત્રિભેટે આવીને ઊભાં છે. જો આ ગૂંચવણનો ઉકેલ નહીં આવે તો આપણે કંઈક તો ગુમાવવું જ પડશે….
પૈસા વાપરવા કોને ન ગમે? પણ, પૈસા વાપરતાં પહેલાં આપણે પૈસા કમાવવા પડે અને બચાવવા પણ પડે. આર્થિક રીતે સધ્ધર દેશોને આવી જરૂર પડતી નથી. તેઓ નાણાં છાપી પણ શકે અને જરૂર પડે તો ઉધાર લઈ પણ શકે છે. જ્યારે આપણે ત્યાં બૅંકો આપણી બચતથાપણોનો ઉપયોગ ધિરાણ કરવા અને લાંબા ગાળાનાં લક્ષ્યોને હાંસલ કરવા માટે કરે છે. ઘણી સરકારોએ લાલચમાં આવીને નિયમોમાં અયોગ્ય ફેરફારો કર્યા, જેને કારણે રૂપિયાનું અવમૂલ્યન, નાણાંભીડ, નાદારી, આર્થિક અસ્થિરતા અને પ્રજાનો અવિશ્વાસ જેવાં બિહામણાં પરિણામો ભોગવવાનાં આવ્યાં. સદીઓના અનુભવે કેટલીક સરકારો પોતાને નિયંત્રિત કરતાં શીખી, જ્યારે કેટલીક ન પણ શીખી. અમુક બિનઅનુભવી સરકારોએ તો મુખ્ય બૅંકો અને નાણાકીય સંસ્થાઓને પોતાને હસ્તક રાખવાનું ઘાતક પગલું પણ લીધું.
અમુક વર્ષો પહેલાં ભારતીય બૅંકિંગ સેક્ટરની અસ્થિરતા અને NPA(ઘાલખાધ)ના સમાચાર આવવા લાગ્યા. આની પાછળ ભારતની કેટલીક મોખરાની સરકારી બૅંકો અને ઉદ્યોગપતિઓ સંડોવાયેલાં હતાં, જેઓ લોનની રકમો ન ચૂકવીને પોતાનું સામ્રાજ્ય ચલાવતાં હતાં.
ઉરજિત પટેલ જ્યારે ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર બન્યા ત્યારે બૅંકિંગ વ્યવસ્થાની આ સમસ્યાઓ તેમના ધ્યાને આવી ગઈ. અર્થશાસ્ત્રક્ષેત્રના વિશાળ અનુભવના આધારે તેમણે 9R વ્યૂહરચનાનું ઘડતર કર્યું. જેનાથી આપણી બચતોનું રક્ષણ, બૅંકોની સુરક્ષા અને ભ્રષ્ટાચારી ઉદ્યોગપતિઓથી બચાવ જેવાં અકસીર ઉકેલો હાંસલ થવાના હતા.
જો ઉરજિત પટેલને અટકાવવામાં આવ્યા ન હોત, તો ભારતીય અર્થતંત્રની સમસ્યાઓને ઉકેલી નાંખી હોત તેની સાદી-સરળ ભાષામાં સમજણ અહીં આપવામાં આવી છે.
Be the first to review “Overdraft”
You must be logged in to post a review.