જીવન અને રંગભૂમિ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય ત્યાં સુધી સહન કરતાં પાત્રોની આ કથા છે. ચારે બાજુ બધું બંધ થઈ ગયું હોય, લોકડાઉન થઈ ગયું હોય, એની વચ્ચે અનલોક થતાં પાત્રોની આ કથા છે. નજીક છે એ ખૂબ દૂર હોય અને દૂર છે એ નજીક હોય એવાં પાત્રોની આ કથા છે. ઘણાં પ્રત્યક્ષ છે, થોડાં પરોક્ષ રહીને એમનો રોલ ભજવે છે. કમ્યૂનિકેશન ટેક્નોલોજીએ સ્થળોનું અંતર ભૂંસી નાખ્યું છે ત્યારે પરોક્ષ છતાં પ્રત્યક્ષ લાગે એવાં પાત્રોની આ કથા છે.
l
કોવિડ-૧૯ મહામારીની ભયાનક પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પર સંબંધોની ગૂંચ ઉકેલતી સંવેદનશીલ કલમે રચાયેલી આ નવલકથામાં જીવન અને સંબંધોની અહીંથી ત્યાં સુધીની યાત્રાનું કલાત્મક આલેખન કરવામાં આવ્યું છે.
Be the first to review “Tyan Sudhee”
You must be logged in to post a review.