મહાભારતની રામાયણ
ભારતની પ્રજાનું નસીબ તો જુઓ!
અંગ્રેજોથી આઝાદી મળી એ જ સમયે ફરી ભારતનાં રાજકારણીઓની ગુલામીમાં બંધાવાનું થયું.
રાજકારણીઓને એ વાતની ખબર છે કે માસ મેમરી ઓછો સમય ટકતી હોય છે અને પ્રજાને પોતાનાં વિવિધ વાયદાઓના વરસાદની વચ્ચે કન્ફૂ્ઝ કરીને લાંબો સમય ભોળવી શકાય છે.
પ્રશ્નોનો ઉકેલ નહીં લાવીને પણ રાજ કેવી રીતે કરી શકાય? કેવી રીતે પ્રજાને સતત પોતાના અધિકારો અને લાભથી વંચિત રાખીને પણ સંપૂર્ણ કન્ટ્રોલમાં રાખી શકાય? કેવી છે સફેદ અંધારાની રાજરમતની આ માયાજાળ? દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા આપણા ભારત દેશમાં પ્રજાની થતી સેન્ડવિચની રેસિપી કેવી છે?
ચાના ગલ્લા ઉપર કે આૅફિસમાં પગ લાંબા કરીને રાજકારણીઓની ટીકા કરવાની આપણને આદત અને શોખ છે, પણ રાજકારણીઓના મનમાં પ્રજા અંગેના ખ્યાલો કેવા છે એ જાણવાનો આપણે કદી પ્રયત્ન કરતા જ નથી.
આઝાદીથી લઈને આજ સુધી, રાજકારણીઓ એ કરેલાં એમનાં `અભૂતપૂર્વ મૅનેજમૅન્ટ’ને અહીં હળવી દ્રષ્ટિએ જોવાની તમને પણ મજા આવશે.
Be the first to review “Mahabharat Ni Ramayan”
You must be logged in to post a review.