તમે એવું ક્યારેય વિચારી શકો કે કોઈ એક વ્યક્તિ જેણે વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક શિક્ષણ મેળવ્યા બાદ સંન્યાસ લીધો હોય? અને ત્યારબાદ કઠિન વૈદિક શિક્ષણ પણ મેળવ્યું હોય? શરમાળ પ્રકૃતિની સાથે આક્રમક વિચારધારા ધર સર્વસ્વીકૃત વ્યક્તિ તરીકેની ચાહના પામી શક્યા હોય? નાથપંથી સાધુ બનીને પણ રાજકારણની આંટીઘૂંટી સમજ્યા હોય?
આ વ્યક્તિ એટલે યોગી આદિત્યનાથ.
19મી માર્ચ 2017ના રોજ યોગી આદિત્યનાથે દુનિયાની સૌથી મોટી લોકશાહી – ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના એકવીસમા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ત્યાંના રાજકારણમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું.
ભારતની અટપટી રાજનીતિમાં ઉત્તરપ્રદેશ 22 કરોડની વસ્તી અને લોકસભાની મૂલ્યવાન 80 સીટ ધરાવતું મહત્ત્વનું રાજ્ય ગણાય છે. ભારતને અનેક વડાપ્રધાનો આપનાર ઉત્તરપ્રદેશ પાસે આજે મોદી-યુગ પછી આપવા માટેનું સશક્ત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, યોગી આદિત્યનાથના રૂપમાં તૈયાર થઈ રહ્યું છે.
ઊંડા સંશોધન, અલભ્ય તસવીરો, જાણી-અજાણી અનેક વાતો અને યોગી આદિત્યનાથની નજીકની અનેક વ્યક્તિઓ સાથેના અમૂલ્ય ઇન્ટરવ્યૂઝની મદદથી આ એકમાત્ર અધિકૃત અને રસપ્રદ જીવનચરિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશના લોકોની ઊજળા ભવિષ્ય માટેની પ્રાર્થનાની પ્રસાદી એટલે યોગી આદિત્યનાથ.
– સુબ્રમણ્યમ સ્વામી
આપણે નસીબદાર છીએ કે ભારતના સૌથી મોટા રાજ્યમાં CM યોગી છે અને ભારતના PM પણ યોગી છે.
– બાબા રામદેવ
યોગી આદિત્યનાથ નવી આશા જન્માવે છે.
ડૉ. ડેવિડ ફ્રાઉલી
Be the first to review “Yogi Adityanath : Exclusive Biography”
You must be logged in to post a review.