સ્ત્રીને નબળી કહેવી એ ગુનો છે. પુરુષ દ્વારા સ્ત્રીને કરાયેલો અન્યાય છે. જો શક્તિનો અર્થ નૈતિકતાના અર્થમાં ગણવાનો હોય તો સ્ત્રી, એ પુરુષ કરતાં અનેકગણી ચડિયાતી હોય છે.
– મહાત્મા ગાંધી
પોતાની જાતને ઘસી નાંખીને સેવા કરવાની બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની કક્ષાએ પહોંચી નહીં શકે.
– મહાત્મા ગાંધી
આ એવી સ્ત્રીઓની કથાઓ છે જેમણે સદીઓથી થયેલા અત્યાચાર અને અન્યાયને અવગણીને પોતાનાં સ્વતંત્ર અસ્તિત્વ અને ઓળખને સરનામું આપ્યું. પુરુષને પોતાની ઊંચાઈએ પહોંચવાની ચૅલેન્જ આપી છે આ વનિતાવિશેષોએ…
Be the first to review “Vanita Vishesh”
You must be logged in to post a review.