કસ્ટમ ઑફિસરે મને કહ્યું કે હું જે એક્સપૉર્ટ કરી રહ્યો હતો તેના સૅમ્પલ આપવા જરૂરી છે. હવે દ્વિધા એ હતી કે સૉફ્ટવૅરનું ‘સૅમ્પલ’ કેવી રીતે આપવું? મારે નાછૂટકે સૉફ્ટવૅર ડાઉનલોડ કરી અને એક ફ્લૉપી ડિસ્કમાં આપવું પડ્યું. એ ખંતીલા અધિકારીએ તરત જ ફ્લૉપી ડિસ્કને ચીવટપૂર્વક સ્ટેપલર પિન લગાવી ફૉર્મ સાથે જોડી દીધી! આવું કરવાથી ફ્લૉપીને નુકસાન થયું અને એ નકામી બની ગઈ. સમગ્ર દેશની સમસ્યા એ હતી કે લાંબા સમય સુધી, સૉફ્ટવૅર શું છે તે અધિકારીઓ સમજી શક્યા નહી. આ મૂંઝવણને કારણે વ્યવસાયનો વિકાસ અવરોધાતો રહ્યો. હું જેટલા પણ સૉફ્ટવૅર સાહસિકોને મળ્યો, મને એટલું સમજાયું કે આ નિરાશા કંઈ મારા એકલાની જ નથી, મારે કંઈક કરવું જ પડશે.
1975માં અમેરિકન ડ્રીમ જીવી રહેલા આ યુવાને હજુ તો ત્રીસીની ઉંમરે પહોંચે તે પહેલાં ડેટાબેઝ મૅનેજરની આકર્ષક કારકિર્દી છોડીને ભારતનો રસ્તો પકડ્યો. આ સમયમાં ભારતમાં IT ઉદ્યોગ અંગેનો કોઈ વિચાર જ નહોતો. કૉમ્પ્યુટર એક નવીનતા હતી અને ભારત પોતે સામાજિક, આર્થિક પછાતપણા અને ગૂંચવણભર્યા લાઇસન્સરાજમાં ફસાયેલું હતું.
યુવાન હરીશ મહેતાએ જેમ જેમ કામ કરવાનું શરૂ કર્યું તેમ તેમ તેમને સમજાતું ગયું કે ભારતના પ્રારંભિક અને વિભાજિત IT અને સૉફ્ટવૅર ઉદ્યોગને સાંકળીને એક સૂરમાં લાવવાની તીવ્ર જરૂરિયાત છે. આમ થાય તો જ સરકાર સાથે સંવાદ થઈ શકે, કાયદાઓ ઘડી શકાય અને સરવાળે દેશમાં IT ક્રાંતિ લાવી શકાય. જવલ્લે જ બનતી ઘટના તરીકે તેમણે મક્કમ મનોબળવાળા યુવા વ્યવસાયિકોને એક છત્ર નીચે જોડ્યાં. આ મેવરિક ઍન્ટ્રેપ્રિન્યોર લોકોએ ભારતમાં IT ક્રાંતિ લાવનાર સંસ્થા NASSCOMની સ્થાપના કરી અને વિશ્વની અન્ય IT સંસ્થાઓ સાથે ભારતને સંમાતરે જોડી દીધું.
આજે 20 લાખ કરોડનું મૂલ્ય ધરાવતો ભારતીય IT ઉદ્યોગ અંદાજે 53 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. લાખો ભારતીયોની ગરીબીને હરાવવા અને ભારતમાં રહીને નવી સવાર જોવા માટે પ્રેરણા આપે છે.
‘ધ મેવરિક ઇફૅક્ટ’ – આજના ભારતની ગૌરવભરી ઓળખ સમાન IT ક્રાંતિની મહાગાથા છે. આ એવા લોકોની વાતો છે, જેઓએ એક સપનું જોયું અને રાષ્ટ્રને નવા યુગમાં લઈ જવા માટે ભેગા થયા. વિશ્વ આજે ભારતને જે રીતે જુએ છે એ લેન્સ ગોઠવવાનું કામ આ લોકોએ કર્યું. હરીશ મહેતાની આ પ્રામાણિક, નિખાલસ અને પ્રેરણાદાયી યાત્રા એ વાતની સાબિતી છે કે જો સાચા મનથી કોઈ વિચાર કરવામાં આવે તો કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.
Be the first to review “The Maverick Effect (Gujarati Edition)”
You must be logged in to post a review.