વોલ્ટર આઇઝેકસન લખિત એલોન મસ્ક
ઇલોન મસ્ક. આજના સમયનું સૌથી વધુ રોમાંચક, પ્રગતિશીલ અને છતાં ગૂઢ વ્યક્તિત્વ. ઇનોવેટર મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવતી Tesla, અંતરિક્ષમાં સંશોધન કરતી SpaxeX, બ્રેઇન અને કૉમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરફેસ ઊભી કરતી Neuralink અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X જેવી કંપનીઓ દ્વારા વિશ્વને નવી દિશા બતાવે છે. તેનું સૌથી મોટું સ્વપ્ન માનવજાતને મંગળ ગ્રહ ઉપર વસાવવાનું પણ છે.
મસ્કની ઓળખાણ ત્રણ શબ્દોમાં આવી જાય: Man. Method. Madness.
1. મસ્કનું મલ્ટિટાસ્કીંગ અસાધારણ છે. માનવજાત માટે કંઈક ને કંઈક કરતા રહેવાના તેના ઝનૂનને કારણે તે થાક્યા વગર કલાકો સુધી કામ કરે છે. તેનો જુસ્સો અને નવું કરવાની ફાવટ તેને એક અપવાદરૂપ શખ્સિયત બક્ષે છે.
2. તેનામાં સોશિયલ ઇન્ટેલિજન્સનો અભાવ છે. તે એટલો ભાવશૂન્ય છે કે નિષ્ફળતા કે અવરોધથી સહેજ પણ વિચલિત થતો નથી અને તેમાંથી બોધપાઠ લઈને આગળનો રસ્તો બનાવતો જાય છે. બીજા લોકો પરિસ્થિતિઓથી થાકી-હારી જાય પણ મસ્ક હારવાને બદલે તેની તકલીફોને જ તાકાત બનાવી દે છે.
3. ફાટ ફાટ થતી ઊર્જાથી ઊભરાતો ઇલોન ઘણાને તરંગી લાગે છે, પણ તેની સફળતા એના આ તરંગીપણામાંથી જ આવી છે. તે રિઝર્વ, અત્યંત સ્માર્ટ, આત્મનિરીક્ષક અને બૌદ્ધિક ક્ષમતાવાળો છે. તેણે સંઘર્ષોમાંથી પોતાનો રસ્તો કંડાર્યો છે.
બેસ્ટસેલિંગ જીવનચરિત્રો સ્ટીવ જૉબ્સ, આઇન્સ્ટાઇન, લીઓનાર્ડો દ વિન્ચીના લેખક વોલ્ટર આઇઝેક્સને સતત બે વર્ષ સુધી ઇલોનની સાથે રહીને આ અધિકૃત જીવનચરિત્ર લખ્યું છે.
ઇલોન મસ્ક એક કોયડો છે. આઇઝેક્સને ઊંડાણમાં જઈને તેને ઉકેલ્યો છે.
સ્ટીવ જોબ્સ: એક્સક્લુઝિવ બાયોગ્રાફી (ગુજરાતી)
આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની’ તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી.
આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Products કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડકટ્સ Great Qualityનો પર્યાય બની જાય.
કળા અને ટૅક્નૉલૉજીના અદ્ભુત સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPadથી નવા વિશ્વના દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. 21મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જૉબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના 40થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે.
ઍન્ડ વન મૉર થિંગ…
આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે તેની iGuarantee છે.































Be the first to review “Steve Jobs Exclusive Biography Gujarati : Walter Isaacson Likhit Elon Musk (Combo Offer)”
You must be logged in to post a review.