સ્મરણપુષ્પોની પગદંડી
એક અદના આદમીના જીવનની સ્મરણગાથા
…ભવિષ્યના કલ્પના ચિત્રો કે અતીતના સ્મરણો વર્તમાન સુખને વધુ સુખદ બનાવે છે, અથવા તો વર્તમાન દુઃખને હળવું બનાવે છે, આમ માણસના જીવનમાં આ જમણા અને ડાબા બંને છેડા ભારે ઉપયોગી છે.
શ્રી કિશોરભાઈ દવે આ નાનકડી પુસ્તિકામાં આપણને એમના અતીતના સ્મરણ પુષ્પોની પગદંડી ઉપર લઈ જાય છે, કિશોરભાઈ ભલે એને પગદંડી કહે પણ થોડાક પૃષ્ઠો ઉથલાવીએ છીએ ત્યાંજ એમની આ પગદંડી રાજમાર્ગ બની ગઈ છે એની પ્રતીતિ વાચકને થાય છે.
ઇશાવાસ્ય ઉપનિષદમાં બીજા મંત્રમાં એના ઉદ્ગાતા ઋષિએ કામ કરતાં કરતાં સો વર્ષ સ્વસ્થ જીવન જીવવાની પરમાત્મા પાસે પ્રાર્થના કરી છે. અને એ પ્રાર્થના કિશોરભાઈને ફળી છે એ વાત નિશ્ચિત છે. જીવનના દસમા દાયકામાં વિહરી રહેલા તેઓ આજે પણ કોઈ યુવાનને શોભે એવા તરવરાટથી કામગીરી કરી રહ્યા છે. તેઓ આ પુસ્તકમાં પોતાના અતીતના સ્મરણોનાં લગભગ ૮૫ વર્ષ વાગોળે છે.
ગુજરાતી ભાષામાં નવી પેઢીને ભારે ઉપયોગી થાય એવી પ્રશ્નોત્તરીનાં ચાર પુસ્તકો છેલ્લાં પાંચ-છ વર્ષ દરમ્યાન એમણે પ્રસિદ્ધ કર્યા છે. કિશોરભાઈની આ નિવૃત્તિની પ્રવૃત્તિ જીવનના દશમા દાયકામાં પણ સરસ રીતે ગતિમાન રહી છે.
અને છેવટે એમના પુસ્તક `સ્મરણપુષ્પોની પગદંડી’ને આવકારું છું અને કિશોરભાઈ વયમાં મારાથી મોટા હોવાને કારણે એમને વંદન કરું છું…
– દિનકર જોષી
સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક
(પ્રસ્તાવનામાંથી)
Be the first to review “Smaranpushpo Ni Pagdandi”
You must be logged in to post a review.