ઘણાં વર્ષોથી ઇજિપ્ત જવાની ઇચ્છા મનમાં હતી. ઇજિપ્ત પ્રાચીન વિશ્વસંસ્કૃતિની પાંચ હજાર વર્ષની તવારીખનું ઉદ્ગાતા અને સાક્ષી પણ ભવ્ય પિરામિડો, અદ્ભુત પ્રકાશરચનાથી ઝળહળતાં લક્ઝર, આસ્વાન, એશના અને એડફુનાં મંદિરોમાં ફરવું, બેય કાંઠે છલછલ સુદીર્ઘ જલયાત્રા કરતી નાઇલ પર ક્રૂઝ — અચાનક અને અનાયાસ જ સપનું સાકાર થઈ ગયું. આપણાં તેત્રીસ કરોડ દેવતાઓમાં નક્કી પ્રવાસનાં પણ કોઈ દેવતા હશે, જેમણે કોઈ શુભ ક્ષણે મને તથાસ્તુ કહી દીધું હશે.
સ્વાહિલી ભાષામાં વાસાફીરી એટલે પ્રવાસી. લેખક આ શબ્દ દ્વારા વાચકોને વિશ્વનું પરિભ્રમણ કરાવે છે. પણ સાથે સાથે વાચકને હમસફર બન્યાનો અહેસાસ પણ થવો જોઈએ. એ અર્થમાં દરેક વાચક વાસાફીરી છે.
Be the first to review “Shukran Egypt”
You must be logged in to post a review.