નીચેથી પર્વત કેવો નિર્મમ અને હૈયાસૂનો લાગ્યો હતો! ધગધગતી ધૂળ અને પથ્થરો. ન પંખીનો ટહુકો, ન ક્યાંય લીલીછમ્મ વનરાઈ. તો રંગબેરગી ફૂલોનો શૃંગાર તો હોય જ ક્યાંથી?
પણ હું જેમ જેમ ઉપર ચડું છું, તેમ જોઉં છું કે જે પહાડની કઠોર ધારી ઉપર ચડી હતી તેનું હૃદય તો ભગવાન શંકરની કરુણામયી બર્ફીલી જલધારાઓથી કેટલું ભીનું અને ઋજુ હતું ! શબ્બીરે જળ હથેળીમાં ઝીલી મારી તરફ હાથ ઊંચો કર્યો. અમીનો એક જ ઘૂંટ થયો પણ મન પ્રસન્ન થઈ ગયું. થાય છે આ પર્વત નથી, દેવભૂમિમાં આવી ચડી છું. એવો હિલ્લોળ ચડે છે કે ઘોડા પરથી નીચે કૂદી પડી, છેક પર્વતશિખરે ચડી જઈ, ઘૂંટણિયે પડી આ બર્ફીલી ભૂમિને માથું નમાવી વંદન કરું.
Be the first to review “Shivoham”
You must be logged in to post a review.