સમજણથી સુખી થઈએ
આજના હરિફાઈભર્યાં યુગમાં વ્યક્તિએ સૌથી મોટું યુદ્ધ પોતાની ‘જાત’ સાથે ખેલવું પડતું હોય છે. દરેક વ્યક્તિ આજે બે ભાગ’માં વહેંચાયેલી છે. જીવનના દરેક પ્રશ્નોનો સામનો પણ આ એક જ વ્યક્તિની અંદર રહેલી બે વ્યક્તિઓએ કરવાનો છે.
અંગ્રેજીમાં કહેવત છે કે Never trouble trouble, till trouble troubles you પણ માણસનો સ્વભાવ છે કે એ સામે ચાલીને મુશ્કેલીને નિમંત્રણ આપી બેસે છે.
વિચારોની clarity ન હોવાને કારણે પોતે ઊભા કરેલાં ખોટાં અનુમાનો અને બેબુનિયાદ તર્કોથી માણસ જેટલો છેતરાય છે એટલો એ બીજા લોકોથી નથી છેતરાતો, અને સરવાળે ખોટા નિર્ણયો લેવાઈ જાય છે.
આવાં જે ખોટાં અનુમાનોનો ભોગ બનેલી માનસી, નૅગેટિવિટીનો શિકાર બિનેલો સાગર, નિર્ણય કરવાની અવઢવમાં અટવાયેલા સૂર્યકાન્ત કે પછી Self ઇમેજ V/s. Goal ઇમેજમાં ફસાયેલો આજનો યુવાવર્ગ… આ સૌને પોતાની સમજણથી સુખી થવા માટે અહીં કયો નક્કર માર્ગ બતાવાયો છે?
જીવનમાં કોઈપણ સમસ્યાઓમાંથી બચવા માટે આજે જ આ પુસ્તક વાંચો, વાંચ્યા બાદ તમે જ તમારી જાતને કહેશો : એકબીજાને ગમતાં રહીએ અને સમજણથી સુખી થઈએ.
Be the first to review “Samjan Thi Sukhi Thaiye”
You must be logged in to post a review.