સેલ્સ Secret
ફ્રેન્ક બેટગર જ્યારે ૨૯ વર્ષના હતા ત્યારે જીવનવીમો વેચતા એક નિષ્ફળ સેલ્સમૅન હતા, પણ માત્ર ૧૧ જ વર્ષમાં તેમણે એક વિશાળ ફાર્મની માલિકી મેળવી લીધી હતી અને તેમણે ધાર્યું હોત તો તેઓ નિવૃત્ત પણ થઈ શક્યા હોત. વેચાણકાર્યના એવાં કયાં રહસ્યો છે જેમણે ફ્રેન્ક બેટગરની પ્રારંભિક નિષ્ફળતાઓ છતાં ખૂબ સફળતા અને પ્રતિષ્ઠા મેળવી આપી. જેથી તેઓ અમેરિકાના સૌથી વધુ આવક ધરાવતા સેલ્સમૅન બની શક્યા ?
આ પ્રશ્નનો જવાબ તમને આ પુસ્તકમાંથી મળશે. પોતાના અંગત અનુભવો દ્વારા બેટગર એ સિદ્ધાંતો સમજાવે છે જે તેમણે તૈયાર કર્યા અને તેમને યોગ્ય સ્વરૂપ આપ્યું. માહિતીપ્રદ ઘટનાઓ જ નહીં, પણ એક પછી એક સોપાનો પણ તેઓ દર્શાવે છે જેમાં તમે તમારી આગવી શૈલી, ઉત્સાહ અને વિજયી બનવાની અપેક્ષાનો વિકાસ સાધી શકો છો. તમારા વેચાણકાર્યમાં ચીજ ગમે તે હોય, આ સિદ્ધાંતો તમને વધુને વધુ કાર્યકુશળ બનાવશે, લાભ અપાવશે. વળી તમારી કંપનીમાં પણ તમારું મૂલ્ય વધી જશે, ખાસ કરીને જો તમે બેટગરની સલાહો આ વિષયમાં વાપરતા થશો તો : * ઉત્સાહની શક્તિ * ડરમાંથી મુક્ત કઈ રીતે થવું. * દ્વિધામાં રહેલા ગ્રાહકને ઉત્સાહી ખરીદદારમાં બદલવા માટેનો ચાવીરૂપ સંવાદ * વિશ્વાસ જીતવાની ઝડપી પદ્ધતિ * સોદો પતાવવાનાં સાત સોનેરી અને અકસીર સૂત્રો
આ પુસ્તક એવા દરેક લોકો માટે છે જે વેચાણકાર્યમાં જોડાયેલાં હોય, તમે ટાંકણીથી લઈને ઍરોપ્લેન વેચતા હોવ કે વિચારથી લઈને સપનાં – આ પુસ્તક તમારે માટે જ છે.
Be the first to review “Sales Secret”
You must be logged in to post a review.