હળવાફૂલ માણસની ગંભીર વાતો
નવરસના નિભાડામાં પ્રત્યેક જીવન પાકે છે. દરેકના જીવનમાં નવેનવ રસનું લગભગ એકસરખું બૅલેન્સ હોય છે. સૌને હસાવતો વ્યક્તિ પણ અંગત જીવનમાં ખૂબ ગંભીર હોય છે, જ્યારે તદ્દન ગંભીર દેખાતો માણસ ખૂબ જ રમૂજી સ્વભાવનો પણ હોય છે.
છેલ્લાં છવ્વીસ વરસથી ગુજરાતીઓએ મને ખૂબ વહાલ આપ્યું છે. મારા હાસ્યની પાછળ રહેલું દર્દ ક્યારેક પ્રગટ થઈ જાય છે. નિજાનંદ માટે લખેલી વાતો શ્રોતાઓ સુધી ખૂબ જ હળવી શૈલીમાં પહોંચી છે. પરંતુ ‘હું બોલું છું’ એ આજ સુધી હાસ્યના માધ્યમથી લોકો સમક્ષ પહોંચ્યું છે. આ પુસ્તક દ્વારા ‘હું શું વિચારું છું?’ એ પ્રથમ વખત વાચકો સમક્ષ આવી રહ્યું છે.
‘સાંઈ-ફાઈ’ મારા જીવનનું પ્રથમ ગંભીર પુસ્તક છે, જેમાં મેં જીવનની મને સમજાતી વાતોને પ્રશસ્ત કરવાની કોશિશ કરી છે. આપણી ઊજળી વિરાસતનાં કેટલાંક અમૂલ્ય પાત્રો તરફ વાચકોનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો જીવનને અને કેટલીક પરિસ્થિતિઓને સમજવા માટેની મારી મથામણ અમુક લેખોમાં પ્રગટ થાય છે.
વાઈફાઈની જેમ ‘સાંઈફાઈ’ મારો સાવ હાથે બનાવેલો શબ્દ છે. ગૂગલમાં શોધતા કશું નહીં જડે. માટે મારી હાથે બનાવેલી ફિલૉસૉફી અને છવ્વીસ વરસના જાહેર જીવનથી મળેલી જીવનને જોવાની દૃષ્ટિ મેં આ પુસ્તકમાં નિચોવીને આલેખી છે. તમને આમાંથી કશું પસંદ પડે તો તમારું…! નહીંતર મારું તો છે જ! વાઈફાઈ નહીં ‘સાંઈફાઈ’ આવે તો વિચારજો.
– સાંઈરામ દવે
Be the first to review “Saifi”
You must be logged in to post a review.