સાંઈબાબા – ઈશ્વરનાં પગલાં પૃથ્વી પર
સાંઈબાબા કોણ હતા?
એ ક્યાંથી આવેલા?
શું હતો એમનો સંદેશ?
એ ઈશ્વર તરીકે કેમ અને કેવી રીતે પૂજાયા?
કોણ હતા એમના અંતેવાસી અને અનુયાયી?
એ બાબા તરફ કેવી રીતે આકર્ષાયેલા?
દેશમાં ખૂણે ખૂણે બાબાના લાખો ભક્તજનો ફેલાયેલા છે.
બાબાની લીલાઓ વિશે એમનું શું મંતવ્ય છે?
હયાતી દરમિયાન તેમજ મહાસમાધિ પછી પણ ભક્તજનોને ખરા સમયે બાબાની કરુણાભરી મદદ દ્વારા રાહત મળતી રહી છે. એ બાબતે એમને શું કહેવું છે?
આવા અગણિત સવાલોના જવાબ મળે છે આ અનેરી જીવનકથામાં. જીવતા જાગતા, હાજરાહજૂર પરમેશ્વર તરીકે પૂજાયેલા સંતની કથા છે આ. એમણે તમામ ક્ષેત્રોના, તમામ ધર્મ-સંપ્રદાયના બધા જ લોકોને છાતી સરસા ચાંપ્યા, ગરીબ-તવંગર, ભણેલા-અભણ દરેકના હૈયા પર જાદુ પાથર્યો, એમનાં પર એકચક્રી શાસન કર્યું.
શિરડીના સાંઈબાબા વિશે અનેક પુસ્તકો લખાયાં છે, પણ આ જરા જુદી ભાતનું પુસ્તક છે. સાદી, સહેલાઈથી સમજાય એવી ભાષામાં, બાબાનાં જીવન અને દર્શનનો કોઈ પણ અંશ બાદ કર્યા વગર, પહેલી જ વાર અહીં શ્રદ્ધાપૂર્વક તટસ્થ રજૂઆત કરાઈ છે.
અલગ પ્રકારનું પુસ્તક છે. ધર્મ અને અધ્યાત્મમાં શ્રદ્ધા વધુને વધુ દૃઢ બનતી રહે તે માટે લેખકે આ પુસ્તકમાં રોજેરોજ કરી શકાય એવા ભક્તિ પરાયણતાના પાઠ રજૂ કર્યા છે. પારાયણનો આ પ્રત્યેક પાઠ તમારા પ્રત્યેક દિવસને ભક્તિભાવની પ્રસન્નતાથી સભર કરી દેશે!
સુપ્રસિદ્ધ પત્રકાર અને `હિંદુ’ના પૂર્વ સહતંત્રી રંગસ્વામી પાર્થસારથિની કલમે આલેખાયેલ ગ્રંથનો ગુજરાતી અનુવાદ જાણીતા સર્જક અને સમાજચિંતક ડૉ. કેશુભાઈ દેસાઈએ પૂરી શ્રદ્ધા અને સબૂરીપૂર્વક ઉપલબ્ધ કરાવેલ છે.
Be the first to review “Saibaba Ishwar Na Pagla Pruthvi Par”
You must be logged in to post a review.